Changes From 1 June: 1 જૂનથી બદલાઈ જશે 5 મોટા નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર, જાણો

જૂન મહિનો શરૂ થવાનો છે અને આ મહિનાના પ્રથમ દિવસે તમારા જીવન સાથે જોડાયેલા ઘણા ફેરફાર થઈ રહ્યાં છે. આ ફેરફાર તમારા જીવન પર અને તમારા ખિસ્સા પર અસર કરશે. મહત્વનું છે કે દર મહિનાની પહેલી તારીખે ઘણા ફેરફાર થાય છે. પરંતુ આ વખતના ફેરફારથી તમારા પર આર્થિક બોઝ વધી શકે છે. 


 

1/7
image

સરકારે 7 વર્ષ બાદ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) યોજનાઓમાં સંશોધન કર્યું છે. ત્યારબાદ બંને યોજનાના પ્રીમિયમમાં વધારો થયો છે. બંને યોજનામાં 1.25 રૂપિયા પ્રતિ પ્રીમિયમનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલાં બંને યોજનામાં 342 રૂપિયાનું રોકાણ કરવું પડતું હતું. પરંતુ હવે સરકારે પ્રીમિયમ વધાર્યા બાદ બંને સ્કીમ્સમાં તમારે કુલ 456 રૂપિયાનું રોકાણ કરવું પડશે.   

2/7
image

1 જૂનથી પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશના ઘણા રાજ્યોમાં ફ્રી મળનાર ઘઉંનો કોટા ઘટાડી દેવામાં આવશે. આ હેઠળ યુપી, બિહાર અને કેરલમાં 1 જૂનથી હવે 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખાની જગ્યાએ 5 કિલો ચોખા મળશે. 

3/7
image

1 જૂનથી દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક એસબીઆઈના નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે. તે હેઠળ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી હોમ લોન માટે એક્સટર્નલ બેંચમાર્ક લેન્ડિંગ રેટ વધારી 7.05 કરી દેવામાં આવ્યો છે. રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ પણ 0.40 ટકા વધારી 6.65 ટકા કરી દેવામાં આવ્યો છે. તેની સીધી અસર ગ્રાહકોના વિવિધ લોનના ઈએમઆઈ પર પડશે. એટલે કે તમારી લોન હવે મોંઘી થઈ જશે. 

4/7
image

1 જૂનથી હોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો લાગૂ થઈ રહ્યો છે. પરંતુ આ વખતે તેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યાં છે. 1 જૂનથી હોલમાર્કિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે 14, 18, 20, 22, 23 અને 24 કેરેટના ઘરેણાનું વેચાણ થઈ શકશે. એટલે કે હવે હોલમાર્કિંગ વગર સોનું વેચવુ સંભવ થશે નહીં. આ વખતે તેમાં 20, 22 અને 24 કેરેટને સામેલ કરવામાં આવ્યા છે. 

5/7
image

1 જૂનથી કાર અને બાઇકનો વીમો મોંઘો થઈ જશે. હકીકતમાં કેન્દ્ર સરકાર તરફથી થર્ડ પાર્ટી મોટર વ્હીકલ ઇન્શ્યોરન્સના પ્રીમિયમમાં વધારો કરવામાં આવ્યો છે. 1 જૂનથી તમારે કારની એન્જિન ક્ષમતા પ્રમાણે પ્રીમિયમ આપવું પડશે. 

6/7
image

1 જૂનથી એક્સિસ બેન્ક પણ નિયમમાં ફેરફાર કરી રહી છે. એક્સિસ બેન્કે ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એવરેજ મંથલી બેલેન્સની લિમિટ 15 હજારથી વધારી 25 હજાર રૂપિયા કરી દીધી છે. આ સાથે ઓટો ડેબિટ સક્સેસ ન થવા પર લાગનારી પેનલ્ટી પણ વધારી દીધી છે. 

7/7
image

ઉલ્લેખનીય છે કે દર મહિનાની પ્રથમ તારીખે ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા થાય છે. ઘણીવાર તેમાં વધારો કરવામાં આવે છે તો ક્યારેક ઘટાડો થાય છે. તેવામાં 1 જૂને ગેસની કિંમતમાં વધારો થવાની શક્યતા છે.