Indias First Budget: ગુરુવાર, 1 ફેબ્રુઆરીએ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ વચગાળાનું બજેટ હશે. સમગ્ર દેશમાં આને લઈને ઉત્સાહનો માહોલ છે. લોકોને બજેટ પાસેથી વિવિધ અપેક્ષાઓ છે. જો કે જ્યારે પણ આપણે બજેટની વાત કરીએ છીએ ત્યારે તેની સાથે જોડાયેલા ઈતિહાસના પાના આપોઆપ આપણી નજર સમક્ષ આવવા લાગે છે. એવામાં ચાલો જાણીએ કે વિશ્વમાં પ્રથમ વખત બજેટ ક્યાં રજૂ કરવામાં આવ્યું હતું અને ભારતમાં ક્યારે શરૂ થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર; GPSCનું ભરતી કેલેન્ડર જાહેર
5 જણ પૂછવા આવે એવી છે ઘઉંની ખેતી કરવાની આ ટિપ્સ, કોથળે કોથળા ભરીને થશે ઉત્પાદન


ઈંગ્લેન્ડમાં થઈ હતી બજેટની શરૂઆત 
ઈંગ્લેન્ડમાં બજેટની શરૂઆત થઈ હતી. તો બીજી તરફ ભારતમાં પ્રથમ વખત જેમ્સ વિલ્સને 7 એપ્રિલ 1860 ના રોજ બજેટ રજૂ કર્યું હતું. જેમ્સ વિલ્સન ભારતીય પરિષદના નાણા સભ્ય હતા. જો આપણે સ્વતંત્ર ભારતના પ્રથમ બજેટની વાત કરીએ તો અંગ્રેજોથી આઝાદી પછી, ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. તેને તત્કાલીન નાણામંત્રી આર. કે. શણમુખમ શેટ્ટી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આર. કે. શણમુખમ શેટ્ટી વિશે એવું કહેવાય છે કે તેમનો પરિવાર ટોપીઓ બનાવતો અને વેચતો હતો અને તેમણે પણ આ કામ કર્યું હતું. 


ઉભા ઉભા પાણી પીતા હોય તો સાવધાન, બની શકો છો આ જીવલેણ રોગોનો શિકાર
આ 5 સંકેત દેખાય તો તાત્કાલિક દવાખાને પહોંચી જજો, મોડું કર્યું તો હાર્ટ થઇ જશે ફેલ


નાણામંત્રીના હાથમાં હતી બ્રીફકેસ 
દેશનું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે આર. કે. શણમુખમ શેટ્ટીએ કહ્યું હતું કે હું સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કરવા ઊભો થયો છું. આ એક ઐતિહાસિક પ્રસંગ ગણી શકાય. આ દરમિયાન તેણે પોતાની જાતને ખૂબ નસીબદાર પણ ગણાવી હતી. તમને જણાવી દઈએ કે બજેટ રજૂ કરવાના દિવસે તેમણે ટાઈ અને સફેદ શર્ટ સાથે કાળો સૂટ પહેર્યો હતો અને તેમના હાથમાં બ્રીફકેસ હતી.


ઉનાળું તલની ખેતી કરી 'લાખોપતિ' બની શકે છે ખેડૂતો, આ રીતે વાવણી કરશો તો થશે ફાયદો
આ પદ્ધતિથી ઘઉંની ખેતી કરશો તો ઘઉંનું થશે બંપર ઉત્પાદન, કૃષિ વૈજ્ઞાનિકે આપી ખાસ ટિપ્સ


બજેટ ફ્રેન્ચ ભાષામાં બનાવવામાં આવે છે
તમને જણાવી દઈએ કે બજેટ એક અંગ્રેજી શબ્દ છે. જેમ અંગ્રેજીમાં ઘણા લોકપ્રિય શબ્દો અન્ય ભાષાઓમાંથી આવ્યા છે, તેવી જ રીતે બજેટ શબ્દ બીજી ભાષામાંથી આવ્યો છે. તે ફ્રેન્ચ શબ્દ Bougeette પરથી ઉતરી આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Bougeette થી Bouge બની ગઈ. તેનો અર્થ થાય છે ચામડાની બ્રીફકેસ.


લકી લોકોના હાથમાં હોય છે આ રેખા, સત્યને માર્ગે ચાલનાર અને સમાજમાં હોય છે પ્રતિષ્ઠા
ગુજરાતના આ ગામમાં આવેલું છે રાવણના મોટા ભાઇ કૂબેરનું મંદિર, કહેવાય છે દેવોના ખજાનચી