મોદી સરકાર માટે ગુડ ન્યૂઝ, GII રેન્કિંગમાં પ્રથમવાર ભારત ટોપ-50મા પહોંચ્યું
GII 2020મા ભારતને 4 સ્થાનનો ફાયદો થયો છે. હવે ભારત વૈશ્વિક સ્તર પર 48મા નંબર પર આવી ગયું છે.
નવી દિલ્હીઃ વર્લ્ડ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO) દર વર્ષે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ (GII) રેન્કિંગ જાહેર કરે છે. આ ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારતની સ્થિતિ છેલ્લા પાંચ વર્ષમાં સતત સારી થઈ છે. આ વર્ષે ભારતે લાંબી છલાંગ બાદ ટોપ-50મા પોતાની જગ્યા બનાવી લીધી છે.
GII 2020મા ભારતને 4 સ્થાનનો ફાયદો થયો છે. હવે ભારત વૈશ્વિક સ્તર પર 48મા નંબર પર આવી ગયું છે. પાછલા વર્ષે આ ઇન્ડેક્સમાં ભારત 52મા સ્થાને હતું. કોરોના સંકટ વચ્ચે ભારત માટે આ ખુબ સારા સમાચાર છે, ચીન આ લિસ્ટમાં 14મા નંબર પર છે.
આ યાદીના ટોપ-5મા સ્વિત્ઝર્લેન્ડ, સ્વીડન, યૂએસ, યૂકે અને નેધરલેન્ડ છે. જ્યારે ભારત, ચીન, ફિલીપીન્સ અને વિયતનામે સતત સારા ઇનોવેશનની મદદથી પોતાની સ્થિતિને વધુ મજબૂત કરી છે. GII રેન્કિંગમાં આ દેશોને સૌથી મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થા તરીકે દેખાડવામાં આવી છે.
Petrol Diesel Price: મહિનાઓ બાદ હવે સસ્તું થયું ડીઝલ, જાણો તમારા શહેરનો ભાવ
આ ઇન્ડેક્સમાં ભારતને છેલ્લા 5 વર્ષોમાં સતત સફળતા મળી છે. 2015મા ભારત ગ્લોબલ ઇન્ડેક્સમાં 81મા નંબર પર હતું. ત્યારબાદ 2016મા 66 પર પહોંચ્યું, 2017મા 60 પર પહોંચ્યું, 2018મા 57મા ક્રમે અને 2019મા 52મા સ્થાને ગતું. રસપ્રદ વાત તે છે કે મધ્ય અને દક્ષિણ એશિયામાં ભારત પ્રથમ સ્થાન પર છે.
ભારતે જીઆઈઆઈની બધા કેટેગરીમાં પોતાની સ્થિતિ સારી કરી છે. આઈસીટી સર્વિસ એક્સપોર્ટસ, ગવર્નમેન્ટ ઓનલાઇન સર્વિસ, સાયન્સ અને એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટની સંખ્યા અને આરએન્ડડી ઇન્ટેસિવ ગ્લોબલ કંપની જેવા ઇન્ડિકેટરોમાં ભારત ટોપ-15મા છે. આઈઆઈટી બંબઈ અને દિલ્હી, ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરૂ જેવી સંસ્થાઓ અને ટોપ સાઇન્ટિફિક પબ્લિકેશન્સના દમ પર ભારતે આ મુકામ હાસિલ કર્યો છે.
PM નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ હેક, હેકરે કરી બિટકોઇનની માંગ
આ યાદીમાં સ્વિત્ઝર્લેન્ડે સતત પોતાની ટોપ રેન્કિંગ યથાવત રાખી છે. જ્યારે રિપબ્લિક ઓફ કોરિયાએ પ્રથમવાર ટોપ-10મા એન્ટ્રી મારી છે. સિંગાપુર આ યાદીમાં આઠમાં સ્થાન પર છે, ડેન માર્ક છઠ્ઠા, સાતમાં પર ફિનલેન્ડ અને નવમાં પર જર્મની છે.
લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube