નવી દિલ્હીઃ સરકાર ગ્રીન એનર્જીથી ચાલતા વાહનોને પ્રોત્સાહન આપવા માટે એક મોટો નિર્ણય લઈ શકે છે. કારણ કે હાલમાં એક સરકારી પેનલે ડીઝલથી ચાલતા ફોર-વ્હીલર્સ પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. વધતા પ્રદૂષણને ઘટાડવા માટે ભારત સરકાર છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક નિર્ણયો લઈ રહી છે. નોંધનીય છે કે આ ક્રમમાં સરકારે 1 એપ્રિલ 2023ના દેશમાં નવા રિયલ ડ્રાઇવિંગ કમિશન (RDE) BS-6 ફેઝ-2 નોર્મ્સને લાગૂ કરી દીધા હતા. તો હવે સરકારી પેનલે 2027 સુધી ડીઝલ વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોયટર્સ પ્રમાણે એક સરકારી પેનલે ભારત સરકારની સામે 4 વર્ષ બાદ એટલે કે 2027 સુધી ડીઝલથી ચાલતી કારોને સંપૂર્ણ રીતે બંધ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. ઈલેક્ટ્રિક વ્હીકલ્સ અને બાયોફ્યૂલથી ચાલતા વાહનોને પ્રમોટ કરવા અને દેશને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે ભારત સરકારે પૂર્વમાં મોટા નિર્ણયો લીધા છે. દેશમાં 1 એપ્રિલ 2023ના ન્યૂ રિયલ ડ્રાઇવિંગ ઇમિશન (RDE) BS-6 ફેઝ-2 નિયમ લાગૂ થયા બાદ ભારતમાં ઘણી ડીઝલ કારોની વિદાય થઈ ગઈ. આ નિયમ પ્રમાણે જે કારોને અપડેટ  ન કરવામાં આવી, તે કારોએ ભારતમાંથી પોતાનો સામાન પેક કરી લીધો છે. 


આ પણ વાંચોઃ અઠવાડિયાના પહેલા જ દિવસે સોનામાં કડાકો, ચાંદી પણ સસ્તી, જાણો 10 ગ્રામ ગોલ્ડનો રેટ


ઓટો કંપનીઓને લાગી શકે છે ઝટકો
માનવામાં આવી રહ્યું છે કે એમિશનને ઘટાડવા માટે સરકારી પેનલ દ્વારા આ પ્રપોઝલ પર ભારત સરકાર મોટો નિર્ણય કરી શકે છે. જો સરકાર આ પ્રસ્તાવ પર મહોર લગાવી દે તો ડીઝલથી ચાલનાર 4-વ્હીલર્સ ભારતમાં સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. બીજીતરફ સરકારના આ નિર્ણયથી ડીઝલ કાર બનાવવાની કંપનીઓને મોટો ઝટકો લાગશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube