નવી દિલ્હી: જો બાઈડેન (Joe Biden) અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમના ભારત સાથેના સંબંધોને લઈને અનેક પ્રકારે ચર્ચાઓ થવા લાગી છે. ભારતના ઉદ્યોગપતિઓને આશા છે કે જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશોના સંબંધોમાં વધુ ગરમાવો આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Joe Biden રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યાની સાથે જ ભારતીયો માટે આવ્યા સારા સમાચાર


ઈન્ડસ્ટ્રી બોડી CII ના પ્રેસિડેન્ટ ઉદય કોટકે જો બાઈડેન અને કમલા હેરિસને શાનદાર જીત બદલ શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે બંને દેશો વચ્ચે વધતા વેપાર અને રોકાણની સાથે આપણી અર્થવ્યવસ્થાઓની હેલ્થ એક  બીજા સાથે જોડાયેલી છે અને આપણે દ્વિપક્ષીય આર્થિક એજન્ડામાં નવા પ્રાણ ફૂંકવા માટે કામ કરવાની જરૂર છે. જેનાથી આર્થિક વિકાસ, નોકરીઓ, નાના વેપારીઓને મજબૂતી મળી શકે અને  બંને દેશો વચ્ચે રોકાણ સંબંધી સહયોગ વધુ મજબૂત થાય. 


Mahindra ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કહ્યું કે 'લીડરશીપનો અર્થ છે પોલીસી અને પર્સનાલિટી, તથા લીડર્સ શું કરે છે તેના કરતા શું કહે છે તેનાથી પણ પરખાશે. લીડર્સે છેલ્લે તો બધાનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ, માત્ર એનું જ નહીં જેમણે તેમને મત આપ્યા છે અને લીડર્સમાં શાલીનતા અને મૂલ્ય ક્યારેય ખતમ થવા જોઈએ નહીં.'


China ના 'અલીબાબા'એ ઉચ્ચાર્યો એક શબ્દ અને ડૂબી ગયા અઢી લાખ કરોડ


ઈન્ડસ્ટ્રી બોડી Assochamના સેક્રેટરી જનરલ દીપક સૂદનું કહેવું છે કે બાઈડેન-હેરિસની લીડરશીપમાં ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક સંબંધો વધુ મજબૂત થશે. એડવાન્સ સાયન્ટિફિક રીસર્ચ અને ડેવલપમેન્ટ, રણનીતિ ક્ષેત્રોમાં બિઝનેસ ટુ બિઝનેસમાં સંબંધો વધુ મજબૂત તશે. દીપક સૂદે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને જો બાઈડેન કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે પરસ્પર સહયોગ વધારશે. તેમણે કહ્યું કે કોરોના વેક્સિનને બનાવવા માટે અને વહેંચવા માટે મોટા પાયે ગ્લોબલ સહયોગની જરૂર પડશે, ભારત અને અમેરિકા આ સહયોગનું નેતૃત્વ કરશે.


દિવાળી એટલે કાર પર બમ્પર ઓફરની સીઝન...જાણો કયા મોડલ પર કેટલી મળે છે છૂટ!


CII ના ડાયરેક્ટર જનરલ ચંદ્રજીત બેનરજીએ કહ્યું કે, 'CII પ્રેસિડેન્ટ બાઈડેન અને તેમના પ્રશાસન પાસેથી ફરી એકવાર સહયોગની આશા રાખે છે. કોરોના મહાસંકટ અગાઉ બંને દેશો વચ્ચે 2019માં ગુડ્સ એન્ડ સર્વિસિઝને લઈને કારોબાર 150 બિલિયન ડોલરની ઊંચાઈએ પહોંચી ગયો હતો. CIIને આશા છે કે આવનારા સમયમાં તે હજુ વધશે.'


અમેરિકા-ભારત વેપાર પરિષદ (USIBC)એ કહ્યું કે બાઈડેને બરાક ઓબામા પ્રશાસનમાં અમેરિકા-ભારતના રણનીતિક સંબંધોને આગળ વધારવામાં શાનદાર ભૂમિકા ભજવી હતી. અમે બાઈડેન-કમલા હેરિસના નેતૃત્વમાં કામ કરવાને લઈને ઉત્સાહિત છીએ. અમે આશા રાખીએ છીએ કે તેમના નેતૃત્વમાં અમેરિકા-ભારત આર્થિક ભાગીદારી પોતાની પૂરી ક્ષમતા મેળવી શકશે અને તેનાથી બંને દેશોના લોકો માટે તકો પેદા થશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube