એપ્રિલ મહિનામાં 21 રાજ્યોને 971 અબજ રૂપિયાનો ફટકો, જાણો- કોરોનાએ કેટલું કર્યું નુકસાન
કોરોના વાયરસના સંકટને કારણે અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થઈ રહ્યું છે. રાજ્યને લૉકડાઉન દરમિયાન જરૂરીયાતની સેવાઓથી આવકનો એક નાનો ભાગ પ્રાપ્ત થયો છે. એસજીએસટી, વેટ, વીજળી કર અને ચાર્જ જે મુખ્ય આવકના સ્ત્રોત છે, તેનો મોટો ભાગ લૉકડાઉનને કારણે મળી શક્યો નથી.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી અને ત્યારબાદ શરૂ થયેલા લૉકડાઉને અર્થવ્યવસ્થાને ખરાબ રીતે પ્રભાવિત કરી છે. ક્રેડિટ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના તાજા અનુમાનો પ્રમાણે, લૉકડાઉનને કારણે એપ્રિલમાં ભારતના 21 મુખ્ય રાજ્યોને 971 બિલિયન (971 અબજ) રૂપિયાની આવકનું નુકસાન થયું છે.
કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રને સૌથી વધુ 132 અબજ રૂપિયાની આવકનું નુકસાન થયું છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ (110.20 રૂપિયા), તમિલનાડુ (84.12 અબજ રૂપિયા), કર્ણાટક (71.17 અબજ રૂપિયા) અને ગુજરાત (67.47 અબજ રૂપિયા)ને સૌથી વધુ નુકસાન થયું છે.
ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના મુખ્ય અર્થશાસ્ત્રી અને ડાયરેક્ટર ડો. સુનીલ કુમાર સિન્હાએ કહ્યુ, કેન્દ્ર અને રાજ્ય, બંન્ને સરકારી રોકડ પ્રવાહની કમીના સંકટનો સામનો કરી રહ્યા છે, પરંતુ રાજ્યોની સમસ્યાઓ વધુ અનિશ્ચિત છે કારણ કે કોવિડ 19 વિરુદ્ધ વાસ્તવિક લડાઈ રાજ્ય લડી રહ્યાં છે અને તેને સંબંધિત ખર્ચ પણ તે ખુદ કરી રહ્યાં છે.
રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર, કહ્યુંઃ દેશનો સ્વાભિમાની ધ્વજ ઝુકવા નહીં દઈએ
સિન્હાએ વધુમા કહ્યુ, હાલની પરિસ્થિતિમાં, કેન્દ્ર સરકારથી રાજ્ય સરકારને મળનારી પ્રાપ્તિઓની માત્રા અને સમય વિશે કોઈ નિશ્ચિતતા નથી. આ સિવાય રાજ્યમાં આવકના પોતાના સ્ત્રોત અચાનક નિચલા સ્તર પર પહોંચી ગયા છે. તેના કારણે રાજ્ય સરકારોએ ઓછા ખર્ચવાળા ઉપાયો અપનાવવા પડી રહ્યાં છે અને રાજસ્વ ઉભુ કરવાની નવી રીતનો સહારો લેવો પડી રહ્યો છે.
રેવેન્યૂ કલેક્શનમાં થઈ રહી છે સમસ્યા
અનુમાન પ્રમાણે, લૉકડાઉન તમામ રાજ્યોની આવક પર પ્રતિકૂળ પ્રભાવ પાડશે, વિશેષ કરીને તે રાજ્યો પર જેની આવકનો ખુબ મોટો ભાગ તે ખુદ ઉત્તપન કરે છે. કેટલાક રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેલ્યૂ એડિડ ટેક્સ (વેટ)માં વધારો કર્યો છે અને વધારેલી એક્સાઇઝ ડ્યૂટીની સાથે દારૂના વેચાણને મંજૂરી આપી છે. ગુજરાત, તેલંગણા, હરિયાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરલ, મહારાષ્ટ્ર અને ગોવા જેવા રાજ્યો પોતાની આવકન 65-76 ટકા પોતાના ખુદના સ્ત્રોતથી પ્રાપ્ત કરે છે.
નિર્મલા સીતારમણની પત્રકાર પરિષદની 10 મોટી વાતો, જાણો કોને શું મળ્યું
આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે રાજ્યો
રાજ્યોની પાસે આવકના સાત મુખ્ય સ્ત્રોત છે. સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેસ્ટ (SGST), રાજ્યો દ્વારા લગાવવામાં આવતો વેટ (પેટ્રોલિયમ ઉત્પાદનો પર), સ્ટેટ એક્સાઇઝ (મુખ્ય રૂપથી દારૂ પર)સ સ્ટેમ્પ અને રજીસ્ટ્રેશન ફી, વાહનો પર લાગતો ટેક્સ, વીજળી પર લાગતો ટેક્સ અને ડ્યૂટી અને રાજ્યોનું નોન-ટેક્સ રેવેન્યૂ, રાજ્યોના બજેટના આંકડાના સંશોધિત અનુમાનથી જાણકારી મળે છે કે તમામ મુખ્ય રાજ્યોને લગભગ આ સ્ત્રોતમાંથી કોઈ આવત પ્રાપ્ત થઈ હોય.
રાજ્યોની આવકમાં ઘટાડો
રાજ્યને લૉકડાઉન દરમિયાન જરૂરીયાત સેવાઓથી આવકનો એક નાનો ભાગ પ્રાપ્ત થયો છે. એસજીએસટી, વેટ, વીજળી કર અને ચાર્જ જે મુખ્ય આવકના સ્ત્રોત છે, તેનો મોટો ભાગ લૉકડાઉનને કારણે મળ્યો નથી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube