ભારત અમેરિકા પાસેથી ખરીદશે ખાસ શિકારી હેલિકોપ્ટર, ચીની સબમરીનનો કરશે શિકાર
ભારત અમેરિકા પાસેથી 24 Multi-role MH-60 ‘રોમિયો’એન્ટી સબમરીન ખરીદી શકે છે.
નવી દિલ્હી: ભારત અમેરિકા પાસેથી 24 Multi-role MH-60 ‘રોમિયો’એન્ટી સબમરીન ખરીદી શકે છે. આ હેલિકોપ્ટર ભારતીય નેવીની તાકાતમાં વધારો કરશે. અમેરિકા પાસે ભારતની આ અંગે 2 અરબ ડોલરની ડીલ થવાની શક્યતાઓ છે. ભારત છેલ્લા દસ વર્ષથી આ પ્રકારના હેલિકોપ્ટર ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ભારતીય ખરીદશે એન્ટી સબમરીન હેલિકોપ્ટર
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આ ડીલ આગામી થોડા મહિનાઓમાં જ અંતિમ રૂપ લે તેવી શક્યાતાઓ છે. સિંગાપુરમાં અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઇક પેંસ સાથે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે એક સફળ બેઠક થઇ હતી. સમાચારો અનુસાર ભારતના 24 multi-role helicopters- MH 60 Romeo Seahawakની ખરીદી માટે એક પત્ર અમેરિકન ઉપ રાષ્ટ્રપતિને લખવામાં આવ્યો છે.
વધુ વાંચો...Yes બેંકના નવા Bossનું નામ ફાઇનલ? આ 5 લોકોમાંથી કોઇ એક બનશે પ્રમુખ
ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા કરાર વધશે
છેલ્લા કેટલાક સમયમાં ભારત અને અમેરિકાની વચ્ચે ડિફેન્સને લઇને કરારો ઝડપથી વધી રહ્યા છે. જ્યારે અમેરિકાએ પણ છેલ્લા કેટલાક સમયથી ભારતને પોતાના આધુનિક મિલેટ્રી હાર્ડવેર આપવાનું શરૂ કરી દીધું છે જેની ભારતને જરૂરત પણ હતી. મળતા અહેવાલ મુજૂ સિંગાપુરમાં અમરિના ઉપરાષ્ટ્રપતિ અને મોદી વચ્ચે થયેલી મુલાકાતમામ રક્ષા સંબંધ જ પ્રાથમિક વિષય રહ્યો હતો.