Financial Crisis માંથી બહાર આવ્યું ભારત, ડિસેમ્બર ક્વાર્ટરમાં આટલા ટકા થયો ઈકોનોમી ગ્રોથ
મંદીના (Financial Crisis) દોરનો સામનો કરી રહેલી ભારતની અર્થવ્યવસ્થા (Indian Economy) માટે આખરે સારા સમાચાર સામે આવ્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતે સફળ ઘરેલુ પ્રોડક્ટમાં (Household Product) 0.4 ટકાનો વધારો કર્યો છે. એટલે કે, ભારતની અર્થવ્યવસ્થા મંદીના દોરથી બહાર નીકળી રહી છે.
નવી દિલ્હી: મંદીના (Financial Crisis) દોરનો સામનો કરી રહેલી ભારતની અર્થવ્યવસ્થા (Indian Economy) માટે આખરે સારા સમાચાર સામે આવ્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતે સફળ ઘરેલુ પ્રોડક્ટમાં (Household Product) 0.4 ટકાનો વધારો કર્યો છે. એટલે કે, ભારતની અર્થવ્યવસ્થા મંદીના દોરથી બહાર નીકળી રહી છે.
સમગ્ર નાણાકીયવર્ષ 2020-21 (Financial Year 2020-21) માં જીડીપીમાં (GDP) 8 ટકાનો ઘટાડો આવ્યો હોવાનું અનુમાન છે. જીડીપીના આ આંક્ડાનો સૌ કોઈ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલયના (National Statistics Office) દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. એપ્રિલથી જાન્યુઆરી દરમિયાન નાણાકીય ખાધ (Fiscal Deficit) 12.34 લાખ ખરોડ રૂપિયા રહી છે.
કુલ કેટલા રૂપિયાનો જીડીપી?
સાંખ્યિકી અને કાર્યક્રમ ક્રિયાન્વયન મંત્રાલયના (NSO) જણાવ્યા અનુસાર ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજો ક્વાર્ટરનો કુલ જીડીપી (GDP) 36.22 લાખ કરોડ રૂપિયા રહ્યો. વર્ષ 2019-20 ના ત્રીજા ક્વાર્ટરમાં તે 36.08 લાખ કરોડ રૂપિયા હતો. સુધારેલા અંદાજ મુજબ આ વર્ષે કુલ જીડીપી 134.09 લાખ કરોડ રૂપિયાનો રહી શકે છે. વર્ષ 2019-20 માં ભારતની અર્થવ્યવસ્થામાં (Indian Economy) 4 ટકાનો વધારો થયો હતો.
આ પણ વાંચો:- મોટી રાહત! હવે જન્મજાત બીમારીઓનો પણ મળશે ક્લેમ, પોલિસી આપવાનો ઇનકાર નહીં કરી શકે વીમા કંપનીઓ
મંદીનો દોર
ઉલ્લેખનીય છે કે, ભારતની અર્થવ્યવસ્થા (Indian Economy) કોરોનાને કારણે ઇતિહાસમાં પ્રથમ વખત તકનીકી રીતથી મંદીના (Financial Crisis) દોરમાં પહોંચી ગઈ હતી. જ્યારે કોઈ અર્થવ્યવસ્થા (Economy) સતત બે ક્વાર્ટર ઘટાડામાં રહે છે, તો એવું માનવામાં આવે છે કે, તે તકનીકી રીતથી મંદીના દોરમાં પહોંચી ગઈ છે. કોરોના સંકટના કારણે સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થામાં (World Economy) ઘટાડાનો દોર આવ્યો છે. તેના કારણે આ નાણાકીય વર્ષની (Financial Year) જૂનમાં થતા પહેલા ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થામાં 23.9 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેનું કારણ આ હતું કે, તે દરમિયાન દેશમાં ઘણું કડક લોકડાઉન (Lockdown) હતું અને ઇકોનોમી સંપૂર્ણ રીતે ઠપ હતી. ત્યારબાદ ફરી સપ્ટેમ્બરમાં બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં (GDP) 7.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચો:- ભારતીય શેર બજાર કડડભૂસ.... બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં જબરદસ્ત કડાકો
આ હતું અનુમાન
ICICI સિક્યોરિટીઝ દ્વારા 1722 કંપનીઓના ક્વાર્ટર રિઝલ્ટના ડેટાના આધાર પર એક વિશ્લેષણથી પણ આ વાત સામે આવી હતી કે ઇકોનોમીમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. કેટલીક એજન્સીઓ અને સંસ્થાઓએ આશા વ્યક્ત કરી છે કે, ત્રીજા ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થા પોઝિટિવ ઝોનમાં પહોંચી જશે. ભારતીય રિઝર્વ બેન્કના ડિસેમ્બરમાં જાહેર સ્ટેટ ઓફ ધ ઇકોનામી બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, એવા પોઝિટિવ સંકેત મળી રહ્યા છે કે, અર્થવ્યવસ્થા ઉંડી ખીણમાંથી હવે પ્રકાશ તરફ આગળ વધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube