Petrol Diesel Prices Today: હવે સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ! સરકાર આ અંગે કરી રહી છે તૈયારી, 15 માર્ચ સુધીમાં જાહેરાત?
કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel Prices) પર એક્સાઈઝ ડ્યૂટીમાં (Excise duty) ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે. નાણા મંત્રાલય (Finance Ministry) તેના પર વિચાર કરી રહ્યું છે કે, કેટલો ઘટાડો કરી શકાય છે
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel Prices) પર એક્સાઈઝ ડ્યૂટીમાં (Excise duty) ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે. નાણા મંત્રાલય (Finance Ministry) તેના પર વિચાર કરી રહ્યું છે કે, કેટલો ઘટાડો કરી શકાય છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે નાણા મંત્રાલયના કેટલાક વરિષ્ઠ સૂત્રોના અહેવાલથી આ રિપોર્ટ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતો (Petrol Diesel Prices) દેશમાં રેકોર્ડ બ્રેક ઉંચાઈ પર પહોંચી ગઈ છે. તેના કારણે વિપક્ષ દ્વારા સરકારની આકરી ટીકા કરવામાં આી રહી છે અને માંગ કરવામાં આવી રહી છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સમાં ઘટાડો (Tax reduction) કરે.
RBI ગવર્નરે પણ કહ્યું
રિઝર્વ બેંકના ગવર્નર (RBI Governor) શક્તિકાંત દાસે પણ કહ્યું છે કે સરકારને ટેક્સમાં ઘટાડો (Tax reduction) કરવો જોઇએ. અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol Diesel Prices) ટેક્સસનો હિસ્સો ખુબજ વધારે થયા છે. પેટ્રોલની કિંમતમાં (Petrol Prices) લગભગ 60 ટકા હિસ્સો ટેક્સનો થાય છે. લગભગ 36 રૂપિયા લીટરના ખર્ચે આવતું પેટ્રોલ દિલ્હીમાં 91 રૂપિયાની આસપાસ વેચાઈ રહ્યું છે. એટલે કે, તેમાં 55 રૂપિયા ટેક્સના લાગે છે.
આ પણ વાંચો:- CNG-PNG Prices Today: વધી ગયા CNG, PNG ના ભાવ તો શું? આ રીતે મળશે કેશબેક અને ડિસ્કાઉન્ટ
નાણા મંત્રાલય કરી રહ્યુ છે વાત!
રોયટર્સની રિપોર્ટ અનુસાર, નાણા મંત્રાલયે (Finance Ministry) હવે રાજ્ય સરકારો, તેલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલય (Petroleum Ministry) સાથે આ મામલે ચર્ચા વિચારણા કરવાનું શરૂ કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે, એવો રસ્તો શોધવામાં આવી રહ્યો છે. જે ઉપભોક્તાઓને રાહત આપે અને સરકારી ખજાના પર વધારે ભાર પડે નહીં.
આ પણ વાંચો:- GST Collection: ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શનમાં 7%ની વૃદ્ધિ, 1.13 લાખ કરોડ રૂપિયાનો કુલ સંગ્રહ
એક સૂત્રએ જણાવ્યું કે, અમે આ વાત પર વિચાર કરી રહ્યા છી કે કિંમત કઇ રીતે સ્થિર ખવામાં આવે. અમે માર્ચના મધ્યમાં આ વિશે કોઈ નિર્ણયલઇ શકીશું. સરકાર ટેક્સમાં ઘટાડો પહેલા આ વાતની રાહ જોશે કે, ક્રુડ ઓઇલની કિંમતો સ્થિર થઇ જાય. જેથી આગળ ફરી ટેક્સ વધારવાની જરૂરિયાત પડે નહીં. નાણા મંત્રી નિર્માલા સીતારમણે (Nirmala Sitharaman) હાલમાં જ કહ્યું હતું કે, ટેક્સમાં ઘટાડા વિશે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કોઇ પગલું ઉઠાવવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube