નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં અઢી રૂપિયાનો ઘટાડો કર્યા બાદ કેન્દ્ર સરકાર ભલે લોકોના ગુસ્સાને ઘટાડવાનો પ્રયાસ કરી રહી હોય, પરંતુ હવે તેને વધારે એક મોર્ચા પર સ્પષ્ટતા કરવી પડે તેવી પરિસ્થિતી છે. આ ઘટાડા બાદ કેન્દ્ર સરકાર હવે રોકાણકારોને વિશ્વાસ અપાવવાના પ્રયાસ કરી રહી છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સરકાર રેગ્યુલેશનનું જુનો સમય પાછો નહી આવે. આ ઘટાડા બાદ તેલ કંપનીઓમાં રોકાણ કરનારા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજ કારણ છે અઢી રૂપિયાનાં ઘટાડા બાદથી શેર બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુરૂવારે આ જાહેરાત બાદ માર્કેટ ઝડપથી ઘટ્યું હતું, જે શુક્રવારે પણ ચાલુ રહ્યું. સરકારે અઢી રૂપિયાનો ઘટાડો ઉત્પાદન શુલ્કમાં પણ કર્યો છે જ્યારે એક રૂપિયો કંપનીઓના નફામાંથી ઘટાડો કરીને સામાન્ય લોકોને આ રાહત આપી છે. 

રોકાણકારોનાં આ નિર્ણય મુદ્દે ચિંતા છે કે હવે એકવાર ફરીથી તેલ કંપનીઓનાં નફામાં ઘટાડો કરવાની સ્થિતી આવી શકે છે. કાચા તેલના ઉત્પાદનમાં ઘટાડો અને રૂપિયામાં ઝડપથી ઘટાડાનાં કારણે ગત્ત થોડા મહિનાઓમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલની મોંઘવારી વધી છે. 

રોકાણકારોને વિશ્વાસમાં લેતા શનિવારે ફેસબુક પોસ્ટમાં નાણામંત્રી અરૂણ જેટલીએ પોતે જ લખ્યું કે, આ વાત હું અલગથી સ્પષ્ટ કરી દઉ કે તેલની કિંમતોમાં એકવાર ફરીથી સરકારી નિયંત્રણમાં નહી લેવામાં આવે. વડાપ્રધાને ઓક્ટોબર 2014માં તેલની કિંમતોને નિયંત્રણમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી દરરોજ સવારે 6 વાગ્યે તેલની કિંમતો બજારનાં આધાર પર નક્કી થતી હોય છે.