UPથી નોકરીની શોધમાં આવેલા યુવકોને ગુજરાતમાં મોત મળ્યું! જિંદગી સેટ કરવા આવ્યા હતા પણ...
સચિન-ભેસ્તાન રેલવે ટ્રેક પર ગઈકાલે રાત્રે પરપ્રાંતીય ત્રણ યુવકોના ટ્રેન અડફેટે મોત થયા હતા. ત્રણે યુવકો જરીના કારખાનામાં કામનું નક્કી કરવા માટે જતા હતા. ત્યારે ઘટના બની હતી.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં વતનથી નોકરી ની શોધમાં આવેલા ત્રણેય મિત્રના ટ્રેનની મોત નીપજ્યા છે.સચિન-ભેસ્તાન રેલવે ટ્રેક પર ગઈકાલે રાત્રે પરપ્રાંતીય ત્રણ યુવકોના ટ્રેન અડફેટે મોત થયા હતા. ત્રણે યુવકો જરીના કારખાનામાં કામનું નક્કી કરવા માટે જતા હતા. ત્યારે ઘટના બની હતી.
મૂળ ઉત્તર પ્રદેશ કાનપુરના વતની અને હાલ સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામ ખાતે શિવાંજલિ - સોસાયટીમાં 34 વર્ષીય દીનુ વિશ્રામભાઈ નિશાદ, 22 વર્ષીય આકાશ શ્રીપાલ નિશાદ,ચકો નામના આ ત્રણે મિત્રો રહેતા હતા. દીનુ નિશાદ, આકાશ નિશાદ, ચકો બે-ત્રણ દિવસ પહેલાં જ વતનથી સુરત ખાતે રોજી રોટીની શોધમાં આવ્યા હતા.
ગઈકાલે મોડી રાત્રે બંને મિત્રો જરીના કારખાનામાં કામનું નક્કી કરવા માટે ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન સચિન ભેસ્તાન રેલવે ટ્રેક પરથી પસાર થતા હતા. તે સમયે વડનગર વલસાડ એક્સપ્રેસ ટ્રેન અડફેટે ચઢ્યા હતા. જેથી ત્રણે મિત્રના ગંભીર ઈજાને પગલે સ્થળ પર જ કરુણ મોત થયા હતા.
મૃતકોના મિત્રો એ જણાવ્યું હતું કે આ ત્રણે મિત્રો દિવાળીના પર્વ પરિવાર સાથે મનાવીને વતનથી સુરત આવ્યા હતા. તેમને આવવા માટે બે દિવસ થયા હતા અને નોકરીની તલાશમાં હતા. તેઓ ઝરીના કારખાનામાં નોકરીનું નક્કી કરવા ગયા હતા. દરમિયાન ટ્રેનની અડફેટે તેમનો મોત નિપજ્યું છે.
આ ત્રણેય મિત્રો ઉત્તર પ્રદેશના વતની છે. સુરત શહેરના સચિન ખાતે આવેલ શિવાંજલી સોસાયટીમાં રહે છે. હાલ તો આ બનાવ અંગે બંને મૃતકોના પરિવારને જાણ કરાતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. આ બનાવ અંગે સુરત રેલવે તર પોલીસ દ્વારા બંને યુવકોના અકસ્માતે મોત થયું કે આપઘાત કર્યો તે અંગે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે