GST લાવ્યું અચ્છે દિન, ઘરેલૂ સામાન પર દરેક પરિવારને થાય છે આટલા રૂપિયા બચત
જીએસટી લાગૂ થયા બાદ એક ભારતીય પરિવારને અનાજ, ખાદ્ય તેલ અને સૌંદર્ય પ્રસાધનો સહિત અન્ય રોજિંદા જરૂરિયાતના સામાનની કિંમત 8,400 રૂપિયાની માસિક ખરીદી પર ટેક્સમાં સરેરાશ 320 રૂપિયા સુધીની બચત થઇ રહી છે. નાણા મંત્રાલયના એક સૂત્રએ ગ્રાહકોના ખર્ચના આંકડા આંકડાઓનું વિશ્લેષણનો હવાલો આપતાં આ વાત કહી હતી. સરકારે એક જૂલાઇ 2017ના રોજ જીએસટી લાગૂ કર્યો હતો, ત્યારબાદ વેચાણ ટેક્સ અથવા વેટ અને એક્સાઇઝ ડ્યુટી જેવા 17 અલગ-અલગ કેંદ્વીય અને રાજ્ય ટેક્સ જીએસટીમાં એડજસ્ટ થઇ ગયા છે.
નવી દિલ્હી: જીએસટી લાગૂ થયા બાદ એક ભારતીય પરિવારને અનાજ, ખાદ્ય તેલ અને સૌંદર્ય પ્રસાધનો સહિત અન્ય રોજિંદા જરૂરિયાતના સામાનની કિંમત 8,400 રૂપિયાની માસિક ખરીદી પર ટેક્સમાં સરેરાશ 320 રૂપિયા સુધીની બચત થઇ રહી છે. નાણા મંત્રાલયના એક સૂત્રએ ગ્રાહકોના ખર્ચના આંકડા આંકડાઓનું વિશ્લેષણનો હવાલો આપતાં આ વાત કહી હતી. સરકારે એક જૂલાઇ 2017ના રોજ જીએસટી લાગૂ કર્યો હતો, ત્યારબાદ વેચાણ ટેક્સ અથવા વેટ અને એક્સાઇઝ ડ્યુટી જેવા 17 અલગ-અલગ કેંદ્વીય અને રાજ્ય ટેક્સ જીએસટીમાં એડજસ્ટ થઇ ગયા છે.
એકવાર ચાર્જિંગ કરશો તો 180 KM દોડશે આ સ્કૂટર, માત્ર 5 હજારમાં કરાવો બુકિંગ
જીએસટીએ વસ્તુઓ અને સેવાઓ પર બધા દેશોમાં એક જ ટેક્સને લાગૂ કરીને ભારતને ના ફક્ત એક ટેક્સવાળુ બજાર બનાવ્યું, પરંતુ ગત વ્યવસ્થામાં ઉપલબ્ધ ટેક્સ પર ટેક્સની સમસ્યાને પણ સમાપ્ત કરી દીધી છે. સૂત્રએ કહ્યું કે રોજિંદા ઉપયોગની વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સને ઓછો રાખવામાં આવ્યો છે. જેના લીધી ગ્રાહકોને માસિક ખર્ચમાં બચત થઇ રહી છે.
2018માં મકાનો સસ્તા થતાં વેચાણમાં થયો 25%નો વધારો
જીએસટી લાગૂ થતાં પહેલાં અને પછી પરિવાર ખર્ચનું વિશ્લેષણ બતાવે છે કે ખાદ્ય અને પેય પદાર્થ સહિત હેર ઓઇલ, ટૂથપેસ્ટ, સાબુ, વોશિંગ પાવડર અને જૂતા-ચંપલ સહિત 83 વસ્તુઓ પર ટેક્સના ભાવ ઘટાડ્યા છે. સૂત્રએ કહ્યું કે જો એક પરિવાર જીએસટી લાગૂ કર્યા બાદ 10 ઉત્પાદો અનાજ, ખાદ્ય તેલ, ખાંડ, ચોકલેટ, નમકીન અને મિઠાઇ, સૌંદર્ય પ્રસાધન, વોશિંગ પાવડર, ટાઇલ્સ, ફર્નીચર અને દરી જેવા કેર ઉત્પાદનો તથા અન્ય ઘરેલૂ ઉત્પાદનોમાં દર મહિને 8,400 રૂપિયા ખર્ચ કરે છે તો તેની માસિક બચત 320 રૂપિયા થશે.
મફતમાં મળશે 71 લીટર પેટ્રોલ, બસ કરવું પડશે આટલું કામ
તેમણે કહ્યું કે 8,400 રૂપિયાની વસ્તુઓ પર જીએસટી હેઠળ 510 રૂપિયાનો ટેક્સ લાગતો છે. જ્યારે જીએસટી પહેલાં 830 રૂપિયા ટેક્સ થયો હતો. જોકે ગ્રાહકોની 320 રૂપિયાની બચત થશે.