નવી દિલ્હી: માઇક્રોસોફ્ટ, ગૂગલ, અડોબી બાદ શું વોટ્સઅપના સીઇઓ કોઇ ભારતીય બની રહ્યા છે? તાજેતરમાં વોટ્સઅપના કો-ફાઉન્ડર અને સીઇઓ જેન કૂમએ કંપની છોડવાનો નિર્ણય કર્યો છે અને હવે સીઇઓનું પદ ખાલી છે. અહેવાલ મુજબ દુનિયામાં સૌથી વધુ ઉપયોગ થનારી ઇંસ્ટટ મેસેજિંગ એપ વોટ્સઅપના સીઇઓ નીરજ અરોડાને બનાવવામાં આવી શકે છે. નીરજ અરોડા હાલ વોટ્સઅપ બિઝનેસ એક્ઝ્યૂકેટિવ છે અને તેમને સીઇઓની પોસ્ટના પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે તેનાથી નીરજ અરોડા ગૂગલમાં હતા અને તેમને કંપનીમાં બિઝનેસ લાવવામાં માહિર ગણવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે કંપની માટે અધિગ્રહણ અને સ્ટ્રેટેજીમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે આઇઆઇટી દિલ્હીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને ત્યારબાદ એમબીએ કર્યું છે.
 
Whatsapp લાવી રહ્યું છે જબરદસ્ત ફિચર, સાંભળીને ખુશ થશે પરિવાર

નીરજ અરોડા 18 વર્ષથી અલગ-અલગ કંપનીઓમાં કામ કરી રહ્યાં છે જેમાં ગૂગલ જેવી ટેક દિગ્ગજ સામેલ છે. તેમણે 2000 માં ક્લાઉડ કંપની Accellion થી પોતાના કેરિયરની શરૂઆત કરી છે. જો તે વોટ્સઅપના સીઇઓ બને છે તો તેમના પર મહત્વપૂર્ણ જવાબદારી રહેશે અને પડકાર પણ હશે, કારણ કે અત્યારે ફેસબુક પ્રાઇવેસીના સવાલો સામે ઝઝૂમી રહેલી છે અને કહેવામાં આવી રહ્યું છે કે બિઝનેસ મોડલને લઇને અણબનાવને લઇને વોટ્સઅપના ફાઉન્ડરે કંપની છોડી દીધી છે.

હવે 'આ' લોકો નહીં ચલાવી શકે Whatsapp, કંપનીએ કર્યા બે મોટા બદલાવ


જેન કૂમે અત્યાર સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે તે ફેસબુક કેમ છોડી રહ્યાં છે, કારણ કે તેમણે ફેસબુક પોસ્ટમાં આવો કોઇ ઉલ્લેખ કર્યો નથી. 


જેને ફેસબુક પોસ્ટમાં લખ્યું છે, 'લગભગ દાયકા સુધી ગયા છે જ્યારથી બ્રાયન અને હું મળીને વોટ્સઅપની શરૂઆત કરી હતી અને આ સફર સારી રહી છે. પરંતુ હવે આગામી સમયમાં આગળ વધવાનું છે, હું એવા સમયમાં વોટ્સઅપ છોડી રહ્યો છું જ્યારે આટલા લોકો વોટ્સઅપ યૂઝ કરી રહ્યા છે જેની મને આશા પણ ન હતી. ટીમ પહેલાંથી મજબૂત છે અને આ આગળ પણ સારી રીતે કામ કરતી રહેશે.

Whatsapp વધુ ક્યાં વપરાય છે, ભારતમાં કે અમેરિકામાં? શું તમે જાણો છો?


જે બે વ્યક્તિઓએ મળીને વોટ્સઅપ બનાવ્યું હતું હવે તે વોટ્સઅપથી અલગ થઇ ચૂક્યા છે. બ્રાયન એક્ટને પહેલાં જ લોકોને અપીલ કરી ચૂક્યા છે કે ફેસબુક ડિલેટ કરી દે અને હવે વોટ્સઅપના બીજા ફાઉન્ડર એટલે કે કૂમે પણ ફેસબુક છોડી દીધું છે. હાલ આ મામલે ફેસબુકનું કોઇ નિવેદન આવ્યું નથી.