Most Dirty Trains in India: ભલે છેલ્લાં કેટલાંક વર્ષોમાં રેલ્વે સુવિધાઓમાં ઘણા સુધારાઓ જોવા મળ્યા છે, પરંતુ હજુ પણ ગંદકીની બાબતમાં ઘણું કરવાનું બાકી છે. રાજધાની એક્સપ્રેસથી ગરીબ રથ અને અન્ય એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો તેની ગંદકીના કારણે પરેશાન છે. ટ્વિટર ઉપરાંત રેલ મદદ એપ પર પણ લોકો ભારતીય રેલવેને આ અંગે ફરિયાદ કરી રહ્યા છે. આજે અમે તે 10 ટ્રેનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં રેલવેને ગંદકીની સૌથી વધુ ફરિયાદો મળી છે. જો તમે પણ આ ટ્રેનોમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો એકવાર ફરી વિચાર કરો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટ્રેનમાં ભૂલથી પણ ના કરશો મુસાફરી-
રેલ મદદ એપ પર મળેલી ફરિયાદો અનુસાર, સહરસા-અમૃતસર ગરીબ રથ ટ્રેન ગંદકીના સંદર્ભમાં પ્રથમ ક્રમે છે આ ટ્રેન પંજાબના અમૃતસરથી બિહારના સહરસા જિલ્લા સુધી જાય છે. આ ટ્રેન બંને બાજુથી ભરચક દોડે છે. આ ટ્રેનમાં ગંદકીની સૌથી વધુ 81 ફરિયાદો મળી છે. કોચથી લઈને સિંક અને ટોઈલેટ કેબીન સુધી ગંદકી ફેલાઈ રહી હોવાની લોકોએ ફરિયાદ કરી છે. આ ટ્રેનની 
ગણતરી દેશની સૌથી ખરાબ ટ્રેનમાં થાય છે. 


આ ટ્રેનોમાં ગંદકીની ફરિયાદ-
આ પછી જોગબની-આનંદ વિહાર સીમાંચલ એક્સપ્રેસ ટ્રેનમાં 67, શ્રી માતા વૈષ્ણોદેવી-બાંદ્રા સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં 64, બાંદ્રા-શ્રી માતા વૈષ્ણોદેવી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં 61 અને ફિરોઝપુર-અગરતલા ત્રિપુરા સુંદરી એક્સપ્રેસ ટ્રેનમાં 57 ફરિયાદો મળી છે. . મુસાફરોએ આ ટ્રેનોમાં ગંદકી અને સ્વચ્છતાના અભાવની ફરિયાદ કરી છે.


ગંદકી મામલે આ ટ્રેનો પણ પાછળ નહીં-
જ્યારે દિલ્લીથી બિહાર જતી આનંદ વિહાર-જોગબની સીમાંચલ એક્સપ્રેસ ટ્રેનમાં 52, અમૃતસર ક્લોન સ્પેશિયલ ટ્રેનમાં 50, અજમેર-જમ્મુ તાવી પૂજા એક્સપ્રેસ ટ્રેનમાં 40 અને નવી દિલ્લી ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં 35 ફરિયાદો મળી છે. આ 10 ટ્રેનોમાં એક મહિનામાં રેલવેને કુલ 1079 ફરિયાદો મળી છે. જેમાં ગંદકી, પાણી ન મળવું, ધાબળા-ચાદરની ગંદકી અને ફાટેલી સીટની ફરિયાદોનો સમાવેશ થતો હતો.


રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં ફરિયાદ-
ખાસ વાત એ છે કે ગંદકીની સૌથી વધુ ફરિયાદો પૂર્વ ભારત તરફ જતી ટ્રેનોમાંથી આવી હતી. ગંદકીના કિસ્સામાં ટોચની 10 ટ્રેનોમાં 7 ટ્રેનો ઉત્તર અને પૂર્વ ભારતને જોડતી હતી. જ્યારે મુંબઈથી માતા વૈષ્ણોદેવી કટરા જતી ટ્રેનો પણ ગંદી જોવા મળી હતી. એક્સપ્રેસ ટ્રેનોની સાથે રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં પણ લોકોએ ગંદકીની ફરિયાદ કરી હતી.


રેલવે અધિકારીઓનું કહેવું છે કે ગરબડ દૂર કરવા માટે હવે ટ્રેનોમાં ઓન-બોર્ડ હાઉસ કીપિંગ સેવા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત, ફરિયાદ મળતાની સાથે જ તેનો ટ્રેનમાં નિકાલ કરવામાં આવે છે.