Indian Railways: રેલ યાત્રિકો માટે ખુશખબર, શરૂ થશે 40 ક્લોન ટ્રેન, જુઓ લિસ્ટ
રેલવે જલદી 40 ક્લોન ટ્રેનો ચલાવવા જઈ રહ્યું છે. જે ગુજરાત, યૂપી, બિહાર, દિલ્હી અને પંજાબ સહિત અન્ય રાજ્યોમાં ચાલશે.
નવી દિલ્હીઃ ભારતીય રેલવે (Indian Railways)એ પ્રવાસીઓને રેલ સફરની વધુ સુવિધા આપવા માટે સ્પેશિયલ ટ્રેનોની સંખ્યા વધારી દીધી છે. આ સાથે ટ્રેનના વેઇટિંગ લિસ્ટમાંથી છૂટકારો અપાવવા માટે ક્લોન ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. રેલવે જલદી 40 ક્લોન ટ્રેનો ચલાવવા જઈ રહ્યું છે. જે ગુજરાત, યૂપી, બિહાર, દિલ્હી અને પંજાબ સહિત અન્ય રાજ્યોમાં ચાલશે.
રેલવેએ 40 ક્લોન ટ્રેનોના નંબર અને સમય પત્રક જાહેર કરી દીધું છે. તેમાં પૂર્વ મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે અને ઉત્તર રેલવેના બધા જોનની ક્લોન ટ્રેનો સામેલ છે. રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ પ્રમાણે ક્લોન ટ્રેન (02563) સહરસાથી નવી દિલ્હી માટે ચાલશે જ્યારે ક્લોન ટ્રેન (02564) નવી દિલ્હીથી સહરસા માટે દરરોજ ચાલશે. આ ટ્રેન રસ્તામાં છપરા, ગોરખપુર અને કાનપુર સ્ટેશને રોકાશે.
મહત્વનું છે કે બિહારથી નવી દિલ્હી માટે ક્લોન ટ્રેન સહરસા સિવાય પૂર્વ મધ્ય રેલના દરભંગા, મુઝફ્ફરપુર રાજગીર અને રાજેન્દ્રનગર સ્ટેશનથી ચાલશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube