નવી દિલ્હી: ભારતીય રેલવેના કર્મચારીઓ માટે ઉત્પાદકતા આધારિત 78 દિવસનું બોનસની જાહેરાત બુધવારે થવાની સંભાવના છે. રેલવે કર્મચારીઓને બોનસના રૂપમાં લગભગ 17,950 રૂપિયા મળશે. આ બોનસનો લાભ રેલવેના લગભગ 12 લાખ નોન ગજેટેડ કર્મચારીઓને મળશે. તહેવારો પહેલા બોનસ મળવાથી રેલવે કર્મચારીઓ માટે તહેવારમાં ખરીદી કરવાની સારી તક મળશે. જોકે રેલવેના કર્મચારી સંગઠન આ બોનસને ઓછું ગણાવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

78 દિવસનું મળશે બોનસ
ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના મહામંત્રી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે સરકારે રેલવે કર્મચારીઓને મળતા બોનસના ફોર્મ્યૂલામાં તાત્કાલીક ફેરફાર કરવાની જરૂર પડી છે. રેલવે કર્મચારીઓને 78 દિવસના બોનસના રૂપમાં 17,950 રૂપિયા આપવામાં આવશે. આ ઓછામાં ઓછા વેતન કરતા ઓછું છે. આજના સમયમાં એક મહિનાનું ઓછામાં ઓછુ વેતન 18 હજાર રૂપિયા છે. ત્યારે પબ્લિક સેક્ટરમાં પ્રતિ દિવસના વતેનના હિસાબથી બોનસ મળતું હોય છે. એવામાં જેટલા દિવસનું બોનસ જાહેર થાય છે તેટલા દિવસનું બોનસ મળે છે. રેલવેની તરફથી 75 દિવસનું બોનસ આપવાની યોજના હતી. જેનો રેલવે કર્મચારીઓએ ભારે વિરોધ કર્યા બાદ 78 દિવસનું કરવામાં આવ્યું છે. પરંતુ કર્મચારીઓની માંગ છે કે ઓછામાં ઓછું 80 દિવસનું બોનસ રેલવે કર્મચારીઓને મળવું જોઇએ.


શું છે બોનસ જાહેર કરવાનો ફોર્મ્યૂલા
રેલવેની તસફથી રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાની વાત કહેવામાં આવી રહી છે. ત્યારે 30 દિવસના બોનસના આધાર પર 7 હજાર રૂપિયાના આધાર પર બોનસનો અંદાજ લગાવવામાં આવે છે. જેનો લાંબા સમયથી રેલવે કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે. રેલવેના કર્મચારી સંગઠનના અનુસાર રેલવેમાં આ સમયે કર્મચારીઓનો ભારે ઘટાડો છે. એવામાં ઓછા કર્મચારીઓમાં વધારે કામ કરાવવામાં આવે છે. એવામાં બનોસ પણ વધારે મળવું જોઇએ.


બિઝનેસના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો