Photos: દીકરી અને જમાઈને તેડવા નાનકડા ગામમાં પિતાએ મોકલ્યું હેલિકોપ્ટર, જોવા માટે ઉમટી પડ્યા ગામલોકો
રઘુવીર મકવાણા, બોટાદઃ દીકરી વ્હાલનો દરીયો કહેવામાં આવે છે. એક પિતા હંમેશા પોતાની દીકરીની દરેક ઈચ્છાઓ પૂરી કરતા હોય છે. ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં એક પિતાએ પોતાની દીકરીને તેડવા માટે હેલિકોપ્ટર મોકલ્યું હતું. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનાં નાગનેશ ગામના મૂળ વતની અને હાલ ગાંધીનગર રહેતા સંદીપભાઈ પટેલની દીકરીના લગ્ન ગત 22 નવેમ્બરે થયા હતા. આ લગ્નનું રિસેપ્શન ધંધુકા પાસે રંગપુર ગામે રાખેલું છે. ત્યારે દીકરી-જમાઈને રિસેપ્શન માટે ગામડે લાવવા માટે પિતાએ હેલિકોપ્ટર મોકલ્યું હતું.
મંગળવારે યોજાનારા રિસેપ્શન પહેલા દીકરી અને જમાઈને ગામડે લાવવા માટે પિતા સંદીપભાઈ પટેલે હેલિકોપ્ટર મોકલાવ્યું હતું. આ હેલિકોપ્ટર દ્વારા દીકરી અને જમાઈ ગામડે પહોંચ્યા હતા.
પિતાએ દીકરી-જમાઈને ગામડે લાવવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી. જ્યારે દીકરી-જમાઈનું હેલિકોપ્ટર ઉતર્યું તો તેને જોવા માટે મોટી સંખ્યામાં ગામલોકો પહોંચી ગયા હતા.
ખાતરીને કહી શકાય કે ભૂતકાળમાં દીકરીને સાપનો ભારો, પિતા પર બોજ માનવામાં આવતી હતી ત્યારે આધુનિક યુગમાં દીકરા સમોવડી દીકરી સાથે પિતાનો વ્હાલ સોઈ દીકરી પ્રત્યેનો પ્રેમ આજે 10,000ની વસ્તીનાં નાના ગામમાં દીકરીને તેડવા માટે હેલિકોપ્ટર મોકલી દીકરી પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત કર્યો હતો.
લગ્ન વિદાય પછી પણ પિતા તરીકેની પોતાની જવાબદારી અને ખરા અર્થમાં "પાપા કી પરી"તરીકે ઉછેર થયેલ દીકરીને પિતાનો અપાર પ્રેમ આજનાં દિવસે વ્યકત થયો હતો
Trending Photos