નવી દિલ્હી: ભારતીય રેલવે(Indian Railway)ની મુસાફરી હવે મોંઘી થવાની છે. કારણ કે ટ્રેનમાં ચા-પાણી, નાશ્તા અને ભોજનના ભાવ વધવાના છે. રેલવે બોર્ડે રાજધાની (Rajdhani) , શતાબ્દી(Shatabdi) અને દુરન્તો(Duranto)  જેવી ટ્રેનોમાં ચા, નાશ્તા અને ભોજનને મોંઘું કરવાનો સર્ક્યુલર બહાર પાડી દીધો છે. નવા રેટ મેલ, એક્સપ્રેસ, અને બીજી ટ્રેનોમાં પણ લાગુ થશે. નવા રેટ 15 દિવસોની અંદર ટિકિટિંગ સિસ્ટમમાં આવી જશે અને 2 મહિનામાં લાગુ થઈ જશે. એટલે કે નવા વર્ષથી ટ્રેનોમાં ખાવા પીવાનું મોંઘું થઈ જશે. આ વર્ષમાં આ બીજો ભાવ વધારો છે. કદાચ 15 જાન્યુઆરીથી લાગુ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેનમાં નાશ્તો, ભોજન મોંઘા થયા
શતાબ્દી, રાજધાની, દુરન્તો જેવી ટ્રેનોમાં હવે ભોજન મોંઘુ થવા જઈ રહ્યું છે. સેકન્ડ AC ક્લાસમાં 10 રૂપિયાની ચા હવે 20 રૂપિયામાં મળશે. 
સ્લીપર ક્લાસમાં ચા 10 રૂપિયાથી જગ્યાએ 15 રૂપિયામાં મળશે.
દુરન્તોમાં લંચ અને ડિનર 80 રૂપિયાની જગ્યાએ હવે 120 રૂપિયામાં મળશે. 
નવા મેન્યુ 15 દિવસની અંદર ટિકિટ સીસ્ટમમાં આવી જશે. 
આજથી 2 મહિના બાદ ખાવા પીવાના નવા દર લાગુ થઈ જશે. 


ફર્સ્ટ AC/EC
સવારની ચા 15રૂપિયાથી વધીને હવે 35 રૂપિયા
સાંજની ચા 75 રૂપિયાથી વધીને હવે 140 રૂપિયા
નાશ્તો 90 રૂપિયાની વધારીને 140 રૂપિયા
લંચ કે ડીનર 145 રૂપિયાથી વધારીને 245 રૂપિયા


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube