નવી દિલ્હીઃ ભારતીય રેલવે 1 જૂન એટલે કે સોમવારથી 200 નવી ટ્રેન ચલાવી રહ્યું છે. આ ટ્રેનો વર્તમાનમાં ચાલી રહેલી 16 જોડી શ્રમિક સ્પેશિયલ ટ્રેન અને એસી સ્પેશિયલ ટ્રેનોથી અલગ હશે. મહત્વનું છે કે આ ટ્રેનોમાં યાત્રા માટે 21 મેથી જ ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ટ્રેનો માટે યાત્રી હવે 120 દિવસ એટલે કે 4 મહિના પહેલા પણ રિઝર્વેશન કરાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ 1 જૂનથી ચાલનારી આ ટ્રેનોમાં સફરને લઈને રેલવેએ યાત્રિકો માટે કેટલિક ગાઇડલાઇન અને નિયમ નક્કી કર્યાં છે, જેનું પાલન કરવું ફરજીયાત છે. રેલવે તરફથી જારી નિયમ અને દિશા-નિર્દેશ પહેલાથી ચાલી રહેલી 15 જોડી એટલે કે 30 એસી સ્પેશિયલ ટ્રેનોમાં પણ લાગૂ રહેશે.


આવો જાણીએ ટ્રેનમાં સફર કરવા માટે શું છે રેલવેના નિયમ
- રેલવે દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 200 ટ્રેનો માટે સત્તાવાર વેબસાઇટ અને મોબાઇલ એપ સિવાય રેલવે સ્ટેશનના કાઉન્ટર, પોસ્ટ ઓફિસ, યાત્રી ટિકિટ સુવિધા કેન્દ્ર, સત્તાવાર એજન્ટ, પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ અને કોમન સર્વિસ સેન્ટરથી પણ ટિકિટ બુક કરાવી શકે છે. 


- રેલવેએ બધી વિશેષ ટ્રેનો માટે એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP)ને 30 દિવસથી વધારીને 120 દિવસ કરી દીધો છે. તેમાં 12 મેથી રાજધાની ટ્રેનના માર્ચ પર સંચાલિત 15 જોડી ટ્રેન અને એક જૂનથી ચાલનારી 100 જોડી નવી ટ્રેન સામેલ છે. એટલે કે યાત્રી આ ટ્રેન માટે ટિકિટ બુકિંગ યાત્રાના 120 દિવસ પહેલા કરાવી શકશે. આ સાથે યાત્રી 1 જૂનથી યાત્રા માટે તત્કાલ ટિકિટ અને કરન્ટ બુકિંગ જેવી સુવિધાનો લાભ ઉઠાવી શકશે. 


Mann Ki Baat: કોરોના, અમ્ફાન, યોગ, આયુર્વેદ, પડકાર- પીએમ મોદીના સંબોધનની મોટી વાતો


- યાત્રા દરમિયાન કોઈપણ યાત્રીને કોઈ અનરિઝર્વ (યૂટીએસ) ટિકિટ જારી કરવામાં આવશે નહીં અને ન કોઈ અન્ય ટિકિટ જારી કરવામાં આવશે. ટિકિટ ચેક કરનાર અધિકારીને યાત્રા દરમિયાન ટિકિટ આપવાનો અધિકાર રહેશે નહીં. 


- આરએસી અને વેઇટિંગ ટિકિટ હાલના નિયમો પ્રમાણે હશે, પરંતુ વેઇટિંગ ટિકિટ ધરાવનાર યાત્રીને ટ્રેનમાં ચઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મહત્વનું છે કે વર્તમાન નિયમો પ્રમાણે એસી 1માં 20, એસી 2માં 50, એસી 3માં 100 અને સ્લીપર કોચમાં 200 વેઇટિંગ ટિકિટ બુક કરી શકાય છે.


- પહેલા ચાર્ટને ટ્રેન ચાલવાના સમયથી ઓછામાં ઓછી 4 કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો અને બીજો ચાર્જ નિર્ધારિત પ્રસ્થાન સમયથી ઓછામાં ઓછા 2 કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો. અત્યારે બીજો ચાર્ટ 30 મિનિટ પહેલા તૈયાર કરવામાં આવતો હતો. પ્રથમ અને બીજા ચાર્ટની તૈયારી વચ્ચે માત્ર ઓનલાઇન ટિકિટ બુકિંગની મંજૂરી હશે. 


મન કી બાતમાં બોલ્યા પીએમ મોદી- દેશ હવે ખુલી ગયો છે, વધુ સતર્ક રહો


ટ્રેનમાં સફર પહેલા રાખો આ વાતોનું ધ્યાન
- બધા યાત્રીકોએ પ્રવેશ દરમિયાન અને પ્રવાસ દરમિયાન ફેસ કવર/માસ્ક પહેરવું ફરજીયાત છે. પોતાના ગંતવ્ય સ્ટેશન પર પહોંચ્યા બાદ યાત્રીકોએ સ્વાસ્થ્ય પ્રોટોકોલનું પાલન કરવું પડશે જે ત્યાંના રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા બનાવવામાં આવ્યા છે. 


- સ્ટેશન પર થર્મલ સ્ક્રીનિંગની સુવિધા માટે યાત્રીકોએ ઓછામાં ઓછી 90 મિનિટ પહેલા સ્ટેશન પર પહોંચવું પડશે. 


- બીમાર લોકોને યાત્રા કરવાની મંજૂરી નથી. યાત્રી સ્ટેશન અને ટ્રેનો બંન્ને પર સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવી રાખવું પડશે. 


-માત્ર કન્ફર્મ ટિકિટ વાળા યાત્રીકોને રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરવાની મંજૂરી હશે. 


- ટ્રેનની અંદર કોઈ ધાબળો કે ચાદર આપવામાં આવશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર