નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railways) દેશના તમામ યાત્રીઓને પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવવાની યોજનાઓ પર સતત કામી રહી છે. આ દરમિયાન ભારતીય રેલવેએ નિર્ણય કર્યો કે જલદી જ કેટલાક રાજ્યોની રાજધાનીઓને જોડવાને લઇને નવી સેવાઓ શરૂ કરવામાં આવશે. તેનાથી સ્થાનિક નિવાસીઓને દેશના અન્ય રાજ્યોમાં સરળતાથી યાત્રા કરવાનો ફાયદો મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ચાર રાજ્યોને જોડવાનું થશે કામ
પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે (Railway Board) હવે ઉત્તર-પૂર્વ (North-East) રાજ્યોની તમામ રાજધાનીઓને રેલ નેટવર્ક (Rail Network) સાથે જોડવાની દિશામાં કામ કરી રહ્યું છે. ભારતીય રેલવેના અનુસાર આગામી ત્રણ વર્ષમાં ઉત્તર-પૂર્વી રાજ્યોના તમામ સાત રાજ્યોની રાજધાનીઓને એકબીજા સાથે જોડવામાં આવશે. તેનાથી સ્થાનિક રહેવાસીઓને મુસાફરી કરવામાં સરળતા રહેશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube