નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીની વચ્ચે પણ ભારતીય રેલવે (Indian Railways) તમામ નવા રેકોર્ડ બનાવી રહી છે. તાજેતરમાં જ 100 ટકા ઓન-ટાઇમનો રેકોર્ડ તોડ્યા બાદ વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. કોવિડ-19 સંકટના પડકાર વચ્ચે ભારતીય રેલવે (Indian Railways)એ 27 જુલાઇના ગત વર્ષનો નૂર રેકોર્ડને તોડી 31.3 લાખ ટનનું ભારણ ભર્યું છે. જ્યારે ગત વર્ષે 31.2 લાખ ટનનું નૂર ભર્યું હતું. જો કો, માલગાડીઓનું કુલ માલવહન ગત વર્ષની સરખામણીએ 18.18 ટકા ઓછું રહ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રાલય અનુસાર 27 જુલાઇ 2020ના કુલ માલનું ભારણ 31.3 લાખ ટન રહ્યું. રેલવેના નૂરના ભરેલા કુલ 1039 ડબ્બામાંથી અનાજના 76, ખાતરોના 67, સ્ટીલના 49, સિમેન્ટના 113, લોખંડના 113 અને કોલસાના 363 ડબ્બાનો સામેલ છે.


આ પણ વાંચો:- ચીન પર 'ક્વોલિટી કંટ્રોલ' લાદવાની તૈયારી, ઇમ્પોર્ટને લઇને મોદી સરકાર કરવા જઇ રહી છે કામ


સરેરાશ ગતિમાં વધારો
આ દિવસે માલ ગાડીઓની સરેરાશ ગતિ પ્રતિ કલાક 46.16 કિ.મી. માપવામાં આવી હતી. ગયા વર્ષે સમાન તારીખે આ સરેરાશ 22.52 કિમી પ્રતિ કલાકની ગતિ છે. મંત્રાલયે કહ્યું કે આ વર્ષે જુલાઈમાં માલ ગાડીઓની સરેરાશ ગતિ પ્રતિ કલાક 45.03 કિ.મી. ગયા વર્ષના જુલાઈની તુલનામાં આ લગભગ બમણો છે. વેસ્ટ સેન્ટ્રલ રેલ્વે પ્રતિ કલાક સરેરાશ 53.23 કિમીની ઝડપે સૌથી ઉપર રહી છે.


આ પણ વાંચો:- હવે SpiceJet ને મળી આ દેશમાં ઉડાન ભરવાની પરવાનગી, ખૂબ લાંબા સમયથી હતો ઇંતઝાર


ત્યારે પૂર્વોત્તર સીમાંત રેલવે અંતર્ગત ટ્રેનોની સરેરાશ ગતિ સરેરાશ 51 કિ.મી. પ્રતિ કલાકની છે, પૂર્વ મધ્ય રેલ્વેમાં 50.24 કિમી પ્રતિ કલાકની, પૂર્વ કોસ્ટ રેલ્વેમાં 41.78 કિમી પ્રતિ કલાકની, દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વેમાં 42.83 કિમી પ્રતિ કલાકની, દક્ષિણ-પૂર્વ રેલ્વેમાં 43.24 કિમી પ્રતિ કલાકની અને પશ્ચિમ રેલ્વે પર સરેરાશ 44.4 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી હતી.


આ પણ વાંચો:- દેશમાં રાફેલ ફાઈટર આવવાની ખુશીમાં ઝૂમી ઉઠ્યું શેરબજાર, સેન્સેક્સ 38 હજારને પાર


રેલ્વે બોર્ડના અધ્યક્ષ વી.કે. યાદવે કહ્યું, "નૂરમાં કરવામાં આવેલા આ સુધારાને સંસ્થાકીય બનાવવામાં આવશે અને આગામી સમયમાં શૂન્ય આધારિત ટાઇમ ટેબલમાં શામેલ કરવામાં આવશે. આ પગલાં દ્વારા નૂર અને રેલવેની આવકમાં વૃદ્ધિ થશે અને સમગ્ર દેશ માટે સ્પર્ધાત્મક સંચાલન ખર્ચમાં ઘણી હદ વધશે."


ભારતીય રેલવે ચાલુ નાણાકીય વર્ષ 2019-20માં ભાડામાં 50 ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. નૂરને આકર્ષક બનાવવા માટે, ભારતીય રેલવે પણ ઘણી રાહત અને છૂટ આપી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube