ટ્રેનમાં મુસાફરી દરમિયાન કંટાળશે નહી મુસાફરો, ભારતીય રેલ ફ્રીમાં આપશે આ `મોટી સુવિધા`
ટ્રેનોમાં લાંબી મુસાફરી દરમિયાન મુસાફરોને કંટાળો નહી આવે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોને ભરપૂર મનોરંજન મળશે. જોકે ભારતીય રેલવે (Indian Railways) ની પીએસયૂ રેલટેલ (RailTel) તેને લઇને કન્ટેન્ટ ઓન ડિમાન્ડની સુવિધા શરૂ કરી રહી છે. તેના હેઠળ જલદી જ તમે ટ્રેનોમાં મફતમાં તમારી મનપસંદ મૂવી, સીરિયલ, ગીતો અથવા ભક્તિ સંગીત સાથે જોડાયેલા કાર્યક્રમોનો આનંદ માણી શકશો.
નવી દિલ્હી: ટ્રેનોમાં લાંબી મુસાફરી દરમિયાન મુસાફરોને કંટાળો નહી આવે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોને ભરપૂર મનોરંજન મળશે. જોકે ભારતીય રેલવે (Indian Railways) ની પીએસયૂ રેલટેલ (RailTel) તેને લઇને કન્ટેન્ટ ઓન ડિમાન્ડની સુવિધા શરૂ કરી રહી છે. તેના હેઠળ જલદી જ તમે ટ્રેનોમાં મફતમાં તમારી મનપસંદ મૂવી, સીરિયલ, ગીતો અથવા ભક્તિ સંગીત સાથે જોડાયેલા કાર્યક્રમોનો આનંદ માણી શકશો.
ટ્રેનમાં મુસાફરી દરમિયાન આ કાર્યક્રમ જોતી વખતે મુસાફરોને કોઇ પણ પૈસા ખર્ચ કરવા નહી પડે. ના તો તમારા મોબાઇલ, આઇપેડ અથવા લેપટોપના ડેટાનો ઉપયોગ કરવો પડશે. આ તમામ સુવિધા બિલકુલ મફતમાં મળશે. રેલટેલે આ યોજના માટે ટેન્ડર બહાર પાડ્યું છે. હવે બોલીના આધારે મૂલ્યાંકન ચાલી રહ્યું છે. જે એક મહિનામાં પુરૂ થઇ જશે. આગામી બે વર્ષોમાં આ સુવિધા દેશની દરેક ટ્રેનમાં લાગી કરવામાં આવશે.
શરૂઆતમાં આ યોજના 4 કલાકથી વધુ અંતરવાળી ટ્રેનોમાં હશે. પછી તમામ ટ્રેનોમાં તેને શરૂ કરવામાં આવશે. અત્યારે યાત્રા દરમિયાન લોકોને હાઇસ્પીડ ઇન્ટરનેટ ઉપલબ્ધ થતું નથી, જેના લીધે લોકો પોતાના મોબાઇલનો ઉપયોગ યોગ્ય રીતે કરી શકતા નથી.
રેલવે કન્ટેટ ઓન ડિમાન્ડ નામની આ યોજના હેઠળ ટ્રેનોમાં હોટ સ્પોટ લગાવવામાં આવશે, જેથી મુસાફરોને ફ્રીમાં ઇન્ટરનેટની સુવિધા મળી શકે અને તે પોતાના મોબાઇલ અને લેપટોપ અથવા આઇપેડ પર પોતાના મનપસંદ કાર્યક્રમને જોઇ શકશે. હાલ પ્રથમ તબક્કામાં 1516 જોડી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં શરૂ કરવામાં આવશે. સબ અર્બનમાં 2864 જોડી ટ્રેનોમાં શરૂ થશે.
2 વર્ષમાં આખા દેશની ટ્રેનોમાં તેને લાગૂ કરવામાં આવશે. રેલવેની આ સુવિધામાં તેનો પોતાનો પણ ફાયદો છે. જોકે ભારતીય રેલવે આ સુવિધાઓમાં પોતાની સરકારી એડ પણ ચલાવશે. શરૂમાં લાંબા અંતરની ટ્રેનોમાં લાગૂ થશે. આ વ્યવસ્થા બાદ આ સુવિધા તમામ ટ્રેનોમાં આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube