1 નવેમ્બરથી શરૂ થશે Railwayની સૌથી મોટી સેવા, કરોડો યાત્રીઓને થશે ફાયદો
હવે રેલવેમા યાત્રા કરવા માટેની ટીકિટ માટેની લાંબી લાઇનો માંથી રાહત મળી શકે છે. હવે 1 નવેમ્બર બાદ લાગૂ કરવામાં આવતી આ યોજનાને કારણે ટીકિટ માટેની લાંબી લાઇનો માંથી છૂટકારો મળી જશે.
નવી દિલ્હી: જ્યારે તમારે રેલવેની મુસાફરી શરૂ કર્યા પહેલા અનારક્ષિત ટિકિટ લેવ માટે લાંબી લાઇનમાં ઉભા રહેલુ પડતું હતું. આ તમામ લોકો માટે માથાના દુખાવા સમાન બાબત હતી. પરંતુ 1 નવેમ્બર બાદ ટીકિટ માટે ઉભેલા લોકો જૂની વાત થઇ જશે. ઇન્ડિયન રેલવે અનારક્ષિત ટિકીટ કાઉન્ટર પર લગતી લાંબી લાઇનોને ધ્યાને રાખીને રેલવે 1 નવેમ્બરથી સમગ્ર દેશમાં યુટીએસ મોબાઇલ એપ શરૂ કરવા જઇ રહી છે. આ સુવિધા શરૂ થયા બાદ તમારે ટિકીટ લેવા માટે લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી.
પ્લેટફોર્મ ટિકીટ અને માસિક પાસ પણ મળશે
અનારક્ષિત ટિકીટ સિવાય તમે યૂટીએસ મોબાઇલ એપનાથી પ્લેટફોર્મ ટિકીટ અને માસિક પાસ પણ ખરીદી શકો છો. રેલવેના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે યુટીએસ મોબાઇલ એપની શરૂઆત ચાર વર્ષ પહેલા કરવામાં આવી હતી. પરંતુ મુંબઇને છોડીને અન્ય જગ્યાઓ પર આ પ્રયોગ અસફળ રહ્યો હતો. મુંબઇમાં મોટી સંખ્યામાં લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે. અને મુંબઇ બાદ આને દિલ્હી-પલવલ અને ચેન્નાઇમાં પણ શરૂ કરવામાં આવી હતી.
વધુ વાંચો...પોસ્ટની આ 5 યોજનાઓ પર મળે છે સારૂ રિટર્ન અને વ્યાજ, તમે પણ ઉઠાવી શકો છો ફયદો
અત્યાર સુધીમાં 15 ઝોનમાં લાગુ કરવામાં આવી છે આ યોજના
રેલવે તરફથી તેની આ યોજનાને અત્યાર સુધીમાં 15 ઝોનમાં લાગુ કરવામાં આવી છે. જેનાથી આ લોકો પણ ટિકીટ લઇ શકે જે લાંબી યાત્રા કરવા માંગતા હોય. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે અમે આ યોજનાથી વધારે લોકોને યોજના સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. યૂટીએસ મોબાઇલ એપનો ઉપયોગ કરનારો લોકોની સંખ્યામાં ચોક્કસ પણે વધારો આવશે. જ્યારે એક વાર યાત્રીઓને આનો ફાયદો જણાઇ જશે ત્યાર બાદ તમામ લોકો આ એપથીજ ટીકીટ ખરદશે. ગત ચાર વર્ષોમાં યુટીએસ મોબાઇલ એપના આશરે 45લાખ રજિસ્ટર્ડ યુઝર્સ હતા. અને રોજ આશરે 87 હજાર ટિકીટ ખરીદવામાં આવતી હતી.
આવી રીતે થશે ટિકીટ બુક
યુટીએસ મોબાઇલ એપ એન્ડ્રોઇડ, આઇઓએસ, અને વિન્ડોઝ ફોનમાં એમ ત્રણેય પ્લેટફોર્મ પર ચાલી શકશે. આ એપને ડાઉનલોડ કર્યા બાદ તેમાં તમારે યુઝર આઇડી અને પાસવર્ડ બનાવવો પડશે. મહત્વનું છે, કે તમે જ્યારે તમારી ટિકીટ ખરીદો ત્યારે તમાર જે તે સ્ટેશનથી 25 થી 30 મીટરના અંતરે રહેવું ફરજીયાત છે . અને એક એપની મદદથી તમે માત્ર 4 જ ટીકિટ ખરીદી શકો છો.