Stock Market અમેરિકામાં બે બેંકો ડૂબી : આંચકાથી ભારતીય શેરબજાર થરથરી ગયું... સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો
Share Market Update: શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન, બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી બપોરે 2.30 વાગ્યે દિવસના નીચલા સ્તરે 17,130.45 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. તેમાં 282.45 પોઈન્ટ અથવા 1.62% નો ઘટાડો જોવા મળ્યો હતો. આ જ સમયે BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,023.28 પોઈન્ટ અથવા 1.73% ઘટીને 58,111.85 ના સ્તર પર આવી ગયા છે.
અમેરિકામાં કોઈપણ નાણાકીય હિલચાલ ભારતીય બજારોને સીધી અસર કરે છે. પછી તે વ્યાજ દરમાં વધારો હોય કે ફેડ રિઝર્વનું અન્ય કોઈ પગલું. હવે યુએસ બેન્કિંગ સેક્ટરમાં સંકટની નકારાત્મક અસર સ્થાનિક શેરબજાર પર દેખાઈ છે. યુએસમાં, સિલિકોન વેલી અને પછી સિગ્નેચર બેંક બંધ થવાને કારણે લીલા નિશાન પર ખુલ્યા પછી બજાર ખરાબ રીતે તૂટી ગયું છે. બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 800 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે.
સેન્સેક્સમાં 881 પોઈન્ટનો મોટો ઘટાડો
સમાચાર લખાય છે ત્યાં સુધી બપોરે 2.30 વાગ્યે ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી દિવસના નીચા સ્તરે 17,130.45 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. તેમાં 282.45 પોઈન્ટ અથવા 1.62% નો ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે, BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,023.28 પોઈન્ટ અથવા 1.73% ઘટીને 58,111.85 ના સ્તર પર આવી ગયા છે. ઘટાડાનાં આ તબક્કામાં લગભગ 761 શેરો વધ્યા, 2560 શેરમાં ઘટાડો થયો છે જ્યારે 121 શેરો કોઈ ફેરફાર કર્યા વિના ટ્રેડ થઈ રહ્યાં છે.
બજાર મામૂલી વધારા સાથે ખુલ્યું
અગાઉ Stock Market થોડા વધારા સાથે લીલા નિશાન પર ઓપન થયું હતું. સેન્સેક્સ 44.25 પોઈન્ટ અથવા 0.07% વધીને 59,179.38 પર અને નિફ્ટી 19.40 પોઈન્ટ અથવા 0.11% વધીને 17,432.30 પર ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જ લગભગ 1091 શેરમાં વધારો થયો હતો, જ્યારે 1048 શેર લાલ નિશાન પર ટ્રેડ થવા લાગ્યા હતા.
ચૂપચાપ આવ્યો અને મહિલાને પકડીને ચુંબન કરીને ભાગી ગયો યુવક...ચોંકાવનારો Video
ઓસ્કરમાં ભારતનો દબદબો, મળ્યા બે એવોર્ડ, જાણો કોની ઝોળીમાં આવ્યો કયો એવોર્ડ
હાય લા...દીકરીના બોયફ્રેન્ડ સાથે એક કે બેવાર નહીં પણ માતાએ 300વાર માણ્યું સેક્સ
IndusIndનો શેર ખરાબ રીતે તૂટ્યો
સૌથી મોટો ઘટાડો ઇન્ડસઇન્ડ બેન્કના (IndusInd Bank Stock) શેરમાં જોવા મળ્યો છે. સમાચાર લખાય ત્યાં સુધી, Indusind Bank Ltdનો શેર 6.70% અથવા રૂ. 76.65 ઘટીને રૂ. 1,068.15 પર ટ્રેડ કરી રહ્યો છે. આ જ સમયે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નો શેર 2.62% ઘટીને રૂ. 533 થયો હતો, જ્યારે Sbi Life Insurance નો શેર 2.37 ટકા ઘટીને રૂ. 1,069.95 થયો હતો. અન્ય બેંકિંગ શેરોની વાત કરીએ તો Kotak Mahindra Bank 1.78%, HDFC બેંક 1.22% તૂટ્યો છે. તેનાથી વિપરીત, Tech Mahindra Ltdના શેરે જબરદસ્ત ઉછાળો માર્યો અને 7.26 ટકા વધીને રૂ. 1,138.25ના સ્તરે પહોંચી ગયો હતો.
અદાણીના ચાર શેરમાં અપર સર્કિટ
બજારમાં ઘટાડા છતાં સોમવારે ગૌતમ અદાણીની આગેવાની હેઠળની કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો અને ગ્રૂપના ચાર શેર ઉપલી સર્કિટમાં અથડાયા હતા. આમાં Adani Power 4.98%ના વધારા સાથે 215.10 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ, Adani Green Energy 4.99% ના વધારા સાથે રૂ. 716.80 પર ટ્રેડ કરી રહી હતી, Adani Total Gas 5.00% ના વધારા સાથે રૂ. 997.05 પર ટ્રેડ કરી રહ્યો હતો અને Adani Transmission 5.00% ના વધારા સાથે રૂ. 949.65 પર ટ્રેડ કરી રહ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 1.41% વધીને રૂ. 1,923.00 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, ટ્રેડિંગ દરમિયાન Adani Wilmar 3.04%, અદાણી પોર્ટ 1.37%, NDTV 4.42%, Ambuja Cement 1.41% અને ACC Ltd 3.73% ડાઉન ટ્રેડ થઈ રહ્યા હતા.
અમેરિકામાં બે બેંકો પર તાળા
એક પછી એક 2 બેંક બંધ થવાના કારણે અમેરિકામાં હલચલ મચી ગઈ છે. સિલિકોન વેલી બેંક (SVB)પર તાળાં લાગ્યા પછી, સિગ્નેચર બેંક (Signature Bank) જેને અહીં ક્રિપ્ટો-ફ્રેન્ડલી કહેવામાં આવે છે તે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. આ બેંક પાસે ક્રિપ્ટોકરન્સીનો સ્ટોક હતો અને તેના જોખમને ધ્યાનમાં રાખીને આ પ્રાદેશિક બેંક ઓફ ન્યુયોર્કને થોડા સમય માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC) એ સિગ્નેચર બેંકને હસ્તગત કરી, જેની પાસે ગયા વર્ષના અંતે $110.36 બિલિયનની સંપત્તિ હતી, જ્યારે બેંક પાસે $88.59 બિલિયન થાપણો હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube