નવી દિલ્હી : ભારતીય શેર બજાર બે બુલની લડાઇમાં અસરગ્રસ્ત થયું છે. અમેરિકા અને ચીન વચ્ચે વણસી રહેલ ટ્રેડ વોરની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે. શેર બજારમાં ભૂકંપ જેવી સ્થિતિ છે. સેન્સેક્સમાં 800 પોઇન્ટ અને નિફ્ટીમાં પણ 225 પોઇન્ટ જેટલો ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે બજારની શરૂઆત સારી રહી હતી જોકે અંતમાં બજાર કકડભૂસ થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજારમાં સેન્સેક્સ 768.88 પોઇન્ટ એટલે કે 2.06 ટકા જેટલા ઘટાડા સાથે 36562.91 પોઇન્ટ પર બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટી 225.35 પોઇન્ટ એટલે કે 2.04 ટકા ઘટીને 10797.90 પોઇન્ટ પર બંધ થયો હતો. બજારમાં આવેલા આ ભૂકંપમાં રોકાણકારોના અંદાજે 1.39 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. એનએસઇ પર સેક્ટોરલ ઇન્ડેક્સમાં માત્ર નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. 


44 શેરમાં દેખાયું લાલ
નિફ્ટીના 50 પૈકી 44 શેરમાં વેચવાલીનો માહોલ રહ્યો છે. સેન્સેક્સના 30 પૈકી 27 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો જેને પગલે આ શેરમાં લાલ નિશાનની સ્થિતિ રહી હતી. બેંક નિફ્ટીના તમામ 12 શેરમાં લાલ નિશાન સાથે વેપાર થયો હતો. માત્ર નિફ્ટી આઇટી ઇન્ડેક્સને બાદ કરતાં તમામ ઇન્ડેક્સમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો. મેટલ, બેંકિંગ, પાવર સેક્ટરને સૌથી વધુ ઘટાડાની અસર જોવા મળી હતી. સેન્સેક્સમાં 807 પોઇન્ટનો ઘટાડો થયો હતો. 


વેપારના લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર