iPhone 15: ભારતીયોને સસ્તામાં મળશે iPhone 15, એપલ સાથે ટાટા ગૃપની ડીલ થવાથી ભારતને થશે મોટો ફાયદો
iPhone 15: ટાટા ગૃપની વિસ્ટ્રોન ફેક્ટ્રીના અધિગ્રહણથી આ ડીલને મંજૂરી મળવાની સંભાવના છે. આ ફેક્ટ્રી કર્ણાટકમાં આવેલી છે. બંને કંપનીઓ વચ્ચે આ ડીલ 600 મિલિયન ડોલરની થઈ શકે છે. આ ડીલની ચર્ચા 1 વર્ષથી ચાલે છે. આ ફેક્ટ્રી આઈફોન 14 મોડલના મેનુફેક્ચરિંગ માટે ઉપયોગમાં આવતી હતી.
iPhone 15: ટાટા ગૃપ અને એપલ કંપની વચ્ચે પાર્ટનરશિપ થવા જઈ રહી છે. આ અંગે મળતી જાણકારી અનુસાર એપલ અને ટાટા ગૃપની ડીલને અંતિમ સ્વરુપ આપવામાં આવી રહ્યું છે. આ ડીલ ઓગસ્ટ 2023 સુધીમાં ફાઈનલ થઈ જશે. આ ડીલ થયા બાદ ટાટા પહેલી કંપની બનશે જેને આઈફોનનું નિર્માણ કરવાની પરવાનગી હશે. આ ડીલથી ભારતીયોને પણ ફાયદો થશે.
આ પણ વાંચો:
RBIની કડક કાર્યવાહી, આ 4 બેંકોના લાયસન્સ રદ; ગ્રાહકોના પૈસાનું શું થશે?
GST Council: હવે મૂવી જોતી વખતે મળશે સસ્તું ભોજન, ઓનલાઇન ગેમિંગ પર લાગશે 28 ટકા TAX
કર્મચારીઓ માટે સારા સમાચાર, DAમાં થશે 4 ટકાનો વધારો, એરિયરની પણ થશે ચુકવણી
ટાટા ગૃપની વિસ્ટ્રોન ફેક્ટ્રીના અધિગ્રહણથી આ ડીલને મંજૂરી મળવાની સંભાવના છે. આ ફેક્ટ્રી કર્ણાટકમાં આવેલી છે. બંને કંપનીઓ વચ્ચે આ ડીલ 600 મિલિયન ડોલરની થઈ શકે છે. આ ડીલની ચર્ચા 1 વર્ષથી ચાલે છે. આ ફેક્ટ્રી આઈફોન 14 મોડલના મેનુફેક્ચરિંગ માટે ઉપયોગમાં આવતી હતી. આ ફૈક્ટ્રીમાં લગભગ 10,000 થી વધુ લોકો કામ કરે છે.
રિપોર્ટ અનુસાર માર્ચ 2024 સુધીમાં વિસ્ટ્રોન ફેક્ટ્રીમાંથી 1.8 બિલિયન ડોલર એપલ ફોન બનશે. ટાટા આ ફેક્ટ્રીમાં આઈફોન 15 બનાવશે. ટાટા ગૃપ તરફથી લોકોને વાયદો કરવામાં આવ્યો છે કે આ ડીલ ફાઈનલ થશે તો આગામી વર્ષ સુધીમાં ફેક્ટ્રીની વર્કફોર્સ ત્રણ ગણી વધારશે. જેનાથી ભારતમાં રોજગારી વધશે. સાથે જ આઈફોનનો ખર્ચ પણ ઘટશે જેના કારણે આવનારા સમયમાં આઈફોન સસ્તો થશે.
મહત્વનું છે કે વિસ્ટ્રોનને એપલ સાથે કામ કરવામાં ઘણું નુકસાન થઈ રહ્યું છે. એપલ આ કરાર અંતર્ગત ફોક્સફોન અને પેગાટ્રોનની સરખામણીમાં વધારે માર્જિન લઈ રહ્યું છે. જેના કારણે વિસ્ટ્રોનને પાછળ રહેવું પડે છે. જેના કારણે વિસ્ટ્રોન કંપની વેંચવા જઈ રહી છે.