વિરાટ કોહલી સાથે સેલ્ફી લેવાનું સપનું જોનારે રચ્યો ઈતિહાસ, હવે સચિન અને પંતની હરોળમાં આવી ગયો
Nitish Reddy: મેલબોર્નમાં એક નામ ગુંજતું હતું અને તે નામ હતું નીતીશ રેડ્ડી. તેણે ફટકારેલી સદીએ માત્ર મેચનો રંગ જ બદલી નાખ્યો પરંતુ તેને એક ખાસ યાદીમાં સામેલ કર્યો જેનું દરેક ક્રિકેટર સપનું જુએ છે. આ યાદી શું છે? તમે જાણી લો....
Trending Photos
Nitish Reddy : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ બોક્સિંગ-ડે ટેસ્ટ મેચ નીતિશ રેડ્ડી માટે ખૂબ જ ખાસ બની છે. આ યુવા બેટ્સમેને કાંગારૂ ટીમના ફાસ્ટ બોલરોને હરાવ્યા અને માત્ર 21 વર્ષની ઉંમરમાં પોતાની પ્રથમ સદી ફટકારી. આ ઈનિંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે જ્યારે ટીમ ઈન્ડિયાને મુશ્કેલ સમયમાં મદદની જરૂર હતી ત્યારે નીતિશે આ સદી ફટકારી છે. તેની બેટિંગે બધાના દિલ જીતી લીધા હતા. આ સદીએ સાબિત કર્યું કે ભારતને નીતિશના રૂપમાં ભવિષ્યનો એક મોટો બેટ્સમેન મળવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનાર ભારતના સૌથી યુવા ખેલાડીઓ વિશે…
sachin tendulkar
સચિન તેંડુલકર (18 વર્ષ 256 દિવસ) - સિડની, 1992
સચિન તેંડુલકરે 1992માં સિડનીમાં માત્ર 18 વર્ષ અને 256 દિવસની ઉંમરમાં પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. આ તેમની કારકિર્દીનો પ્રારંભિક તબક્કો હતો, જ્યારે તેમણે "ક્રિકેટના ભગવાન" બનવાના તેના માર્ગ પર પ્રથમ મુખ્ય સીમાચિહ્ન હાંસલ કર્યું હતું.
rishabh pant
રિષભ પંત (21 વર્ષ 92 દિવસ) - સિડની, 2019
2019માં, ઋષભ પંતે 21 વર્ષ અને 92 દિવસની ઉંમરે સિડનીમાં તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. તેણે પોતાની આક્રમક બેટિંગથી ભારત માટે નવો રેકોર્ડ બનાવ્યો અને દેખાડી દીધું હતું કે તે ભવિષ્યનો સ્ટાર છે.
Nitish Reddy
નીતિશ રેડ્ડી (21 વર્ષ 216 દિવસ) – મેલબોર્ન, 2024
2024 માં મેલબોર્નમાં નીતિશ રેડ્ડીએ 21 વર્ષ અને 216 દિવસની ઉંમરે તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. તેની ઈનિંગ્સે ભારતને માત્ર મદદ જ નથી કરી પરંતુ તેને એક ઉભરતા પ્રતિભાશાળી ખેલાડી તરીકે ઓળખ પણ અપાવી છે.
Dattu Phadkar
દત્તુ ફડકર (22 વર્ષ 46 દિવસ) - એડિલેડ, 1948
1948માં દત્તુ ફડકરે 22 વર્ષ અને 46 દિવસની ઉંમરે એડિલેડમાં ટેસ્ટ સદી ફટકારી હતી. તે સમયે ભારતમાં ક્રિકેટનો સુવર્ણ યુગ શરૂ થઈ રહ્યો હતો અને તેની ઈનિંગ્સે ટીમને નવી પ્રેરણા આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે