મુંબઇ: ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)ને દેશની સૌથી સમર્પિત અને દેશભક્ત બ્રાંડ ગણવામાં આવી રહી છે. એક સર્વે અનુસાર આ મામલે સ્ટેટ બેંક સૌથી આગળ છે. ત્યારબાદ ટાટા મોટર્સ, પતંજલિ, રિલાયન્સ જિયો અને બીએસએનએલનો નંબર આવે છે. સર્વેમાં સામેલ લગભગ 16 ટકા લોકોએ એસબીઆઇને સૌથી અગ્રણી દેશભક્ત બ્રાંડ ગણાવી. ટાટા મોટર્સ અને પતંજલિના પક્ષમાં આઠ-આઠ ટકા લોકોએ વોટ આપ્યા. રિલાયન્સ જિયો અને બીએસએનએલને છ-છ ટકા લોકોએ રાષ્ટ્રભક્ત બ્રાંડ ગણાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

youGov એ કરાવો સર્વે
બ્રિટનની ઓનલાઇન બજાર શોધ ડેટા વિશ્લેષણ કંપની યૂગવ (યૂજીઓવી)એ કહ્યું કે વિભિન્ન ક્ષેત્રોની વાત કરીએ તો નાણાકીય ક્ષેત્ર આ મામલે સૌથી આગળ રહ્યું છે. તેમાં એસબીઆઇ અને જીવન વિમા નિગમ (એલઆઇસી)ના નામ ટોચ પર રહ્યા છે. ત્યારબાદ વાહન, ટકાઉ ઉપભોક્તા સામાન, ખાદ્ય તથા ટેલીકોમ ક્ષેત્રનો નંબર આવે છે. 


152 બ્રાંડને સામેલ કરવામાં આવી
સર્વેમાં 11 શ્રેણીઓમાં 152 બ્રાંડોને સામેલ કરવામાં આવી. યૂગવ ઓમનીબસે આ સર્વેના સંબંધિત આંકડા ઓનલાઇન એકઠા કર્યા છે. આ સર્વે બે ઓગસ્ટથી આઠ ઓગસ્ટ સુધી કરવામાં આવ્યો. તેમાં 1,193 લોકોની સલાહ લેવામાં આવી. નાણાકીય ક્ષેત્રમાં 47 ટકા લોકોએ એસબીઆઇને સૌથી રાષ્ટ્રભક્ત બ્રાંડ ગણાવી. 16 ટકાનું કહેવું હતું કે એલઆઇસી સૌથી મોટી રાષ્ટ્રભક્ત બ્રાંડ છે. 


ઓટો ઇંડસ્ટ્રીમાં ટાટા મોટર્સ સૌથી મનપસંદ
વાહન ક્ષેત્રે ટાટા મોટાર્સ્ને 30 ટકા લોકોએ સૌથી વધુ રાષ્ટ્રીય સ્તર પર પસંદગીની બ્રાંડ ગણાવી. ભારત પેટ્રોલિયમના પક્ષમાં 13 ટકા તથા મારૂતિ સુઝુકીના પક્ષમાં 11 ટકાએ પોતાનો મત આપ્યો. 


આ મામલે અમૂલ સૌથી ઉપર
ખાદ્ય શ્રેણીમાં બ્રાંડોમાં અમૂલ સૌથી ઉપર રહી. ત્યારબાદ પતંજલિનું સ્થાન રહ્યું. પર્સનલ કેર ક્ષેત્રમાં પતંજલિ સૌથી ઉપર રહી. આ મામલે પતંજલિનું સ્થાન ડાબર અને વિકોથી આગળ રહ્યું. સર્વેના અનુસાર ઓરલ કેર ક્ષેત્રમાં પતંજલિએ કોલગેટ, ડાબર અને વિકોને પાછળ છોડી દીધી.


ટેલીકોમમાં BSNL સૌથી આગળ
ટેલીકોમ ક્ષેત્રમાં બીએસએનએલના પક્ષમાં 41 ટકા મત આપ્યા. તેણે રિલાયન્સ જિયોને પાછળ છોડી દીધી. જોકે દેશની સૌથી વધુ રાષ્ટ્રભક્ત બ્રાંડોની યાદીમાં બીએસએનએલ અને જિયો સંયુક્ત રીતે ચોથા ક્રમે રહી.


હોમકેરમાં નિરમા આગળ
હોમકેર શ્રેણીમાં નિરમા દેશની સૌથી વધુ રાષ્ટ્રભક્ત બ્રાંડ રહી. બેવરેજ શ્રેણીમાં ટાટા ટી સૌથી આગળ રહી. તેના પક્ષમાં 35 ટકા મત આપ્યા. 18 ટકાની સાથે આ શ્રેણીમાં તાજ મહેલ બ્રાંડ બીજા ક્રમે રહી. 


ગ્લોબલ ઇંડીયનમાં સુંદર પિચાઇ ટોપ પર
મોસ્ટ ગ્લોબલ ઇન્ડીયન કેટેગરીમાં ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ ટોપ પર રહ્યા. આ કેટેગરીમાં તેના પછી બીજા નંબર પર પ્રિયંકા ચોપડા છે. ભારતવંશી અર્થશાસ્ત્રી અર્મત્સ સેન ત્રીજા સ્થાને રહ્યા. સ્ટીલના બિઝનેસમેન લક્ષ્મીમિત્તલ ચોથા અને માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલા પાંચમા સ્થાને રહ્યા.