નવા વર્ષ માટે IndiGo ની જબરદસ્ત ઓફર! ટ્રેનથી પણ સસ્તી ડોમેસ્ટિક-આંતરરાષ્ટ્રીય ટિકીટ, ભાવ સાંભળી ઉછળી પડશો!
Indigo Fare: દેશની બજેટ એરલાઈન ઈન્ડિગો દ્વારા એક શાનદાર ઓફર રજૂ કરવામાં આવી છે. આ અંતર્ગત તમે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ખૂબ જ સસ્તા દરે મુસાફરી કરી શકો છો. ચાલો જોઈએ સંપૂર્ણ ઓફર શું છે...?
Indigo Getaway Sale: જો તમે પણ વર્ષ 2025માં ફ્લાઈટથી ક્યાક જવાનો પ્લાન કરી રહ્યા છે તો આ અહેવાલ તમારા કામનો બની શકે છે. જી હા...દેશની બજેટ એરલાઈન ઈન્ડિંગો (IndiaGo)એ મુસાફરો માટે શાનદાર ઓફર રજૂ કરી છે. ઈન્ડિંગો તરફથી રજૂ કરવામાં આવેલી એક્સક્લૂસિવ 'ગેટઅવે સેલ' (Getaway Sale) માં મુસાફરોને ખુબ જ સસ્તા ભાવે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ટિકીટ ઓફર કરવામાં આવી રહી છે. ઈન્ડિગો તરફથી સોમવારે કરવામાં આવેલી જાહેરાત 25 ડિસેમ્બર 2024 સુધી ચાલશે.
તારીખ કન્ફર્મ, આવી ગઈ તસ્વીર! આકાશમાં મોટો પ્રયોગ કરવા જઈ રહ્યું છે ISRO, મસ્કને...
23 જાન્યુઆરીથી 30 એપ્રિલની વચ્ચે કરવું પડશે સફર
25 ડિસેમ્બર સુધી ઈન્ડિગોની ટિકીટ કરાવવા પર તમે આ ટિકીટ મારફતે 23 જાન્યુઆરીતી 30 એપ્રિલ 2025ની વચ્ચે ક્યાંય પણ યાત્રા કરી શકો છો. સેલ હેઠળ દેશની અંદર એટલે કે ડોમેસ્ટિક રૂટ પર ટિકીટનો ભાવ 1100 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે વિદેશ જવા માટે આંતરરાષ્ટ્રીય રૂટ પરનું ભાડું 4499 રૂપિયાથી શરૂ થાય છે. સસ્તી ટિકીટ સિવાય ઈન્ડિગો તરફથી અમુક એક્સ્ટ્રા સર્વિસ પર 15 ટકાની છૂટ આપવામાં આવી રહી છે.
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
6E એડ ઓન પર 15 ટકા સુધીની બચત
આ સર્વિસમાં એકસ્ટ્રા સામાન લઈ જવા માટે પહેલાથી ચૂકવણી કરવ (15 કિલો, 20 કિલો અને 30 કિલો માટે) સિવાય સીટ સિલેક્શન માટે ટેરિફ અને ઈમરજન્સીમાં મોટી સીટ (XL) સિલેક્ટ કરવાનો ટેરિફનો સમાવેશ થાય છે. આ સુવિધા માટે ડોમેસ્ટિક રૂટ પર ચાર્જ 599 રૂપિયાથી શરૂ થાય છે અને આંતરરાષ્ટ્રીય રૂટ પર આ ચાર્જ 699 રૂપિયાથી શરૂ થાય છે. ઈન્ડિગો દ્વારા આપવામાં આવી રહેલા ડિસ્કાઉન્ટના આધારે કહી શકાય કે ઈન્ડિગો દ્વારા ટ્રેન કરતા પણ સસ્તી ટિકિટ આપવામાં આવી રહી છે.
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
ક્રેડિટ કાર્ડ પર પણ ડિસ્કાઉન્ટ
ઈન્ડિગોએ ફેડરલ બેંકની સાથે મળીને વધુ એક ઓફર રજૂ કરી છે. જો તમે ફેડરલ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઈન્ડિગોની એર ટિકીટ બુક કરો છો તો તમને વધારાની છૂટ મળશે. ડોમેસ્ટિક રૂટ પર આ છૂટ 15 ટકાની છે અને આંતરરાષ્ટ્રીય રૂટ પર આ છૂટ 10 ટકાની છે. પરંતુ તેના માટે તમારે 31 ડિસેમ્બર સુધી ટિકીટનું બુકિંગ કરાવવું પડશે. ટિકીટ બુક કરવા માટે તમારે ઈન્ડિગોની વેબસાઈટ અથવા તો એપ પર જઈને બુકિંગ કરાવવું પડશે.