રક્ષિત પંડ્યા/રાજકોટ :50 દિવસ બાદ ફરી આજે રાજકોટ શહેરના ઉદ્યોગો ધમધમતા થયા છે. કન્ટેનમેન્ટ વિસ્તાર ઉપરાંત તમામ 11 વિસ્તારોમાં નાના મોટા તમામ ઉદ્યોગો શરૂ થતા જાણે રાજકોટમાં ફરીથી પ્રાણ ફૂંકાયો હોય તેવુ લાગે છે. આજી GIDC, મવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયા, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એસરિયા, કોઠારીયા-વાવડી ઈન્ડસ્ટ્રીઝ એરિયા સહિત 11 વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરાયા છે. આજે સવારે 8 વાગ્યાથી ઉદ્યોગો શરૂ થયા હતા. સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ઉદ્યોગો શરૂ રાખવા પરવાનગી આપવામાં આવી છે. રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં એક પણ કેસ કોરોના પોઝિટિવ ન જણાતા રાજ્ય સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી છે. આ ઉદ્યોગો શરૂ થતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. લોકોને ફરીથી રોજીરોટી મળશે. લોકડાઉન બાદ લોકોના આવકનું સ્ત્રોત અટકી ગયુ હતુ, જે હવે ફરીથી શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે પણ અમદાવાદના GMDC મેદાનમાં 1000થી વધુ પરપ્રાંતિયો એકઠા થયા 


રાજ્ય સરકારે રાજકોટના ઇન્ડસ્ટ્રીઝ ઝોનને આજથી શરૂ કરવા નિર્ણય કરતા જ રાજકોટના ઉદ્યોગકારો અને કામદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે વહીવટી તંત્ર દ્વારા એકમો ખોલવા અને આવાગમન માટે પાસની વ્યવસ્થા રાજકોટના વિવિધ ૧૧ ઔદ્યોગિક ઝોન એસોસિએશન અને ચેમ્બરોને કરવામાં આવતા રાજકોટના ૧૦ હજાર જેટલા એકમો આજ થી જ પુનઃ ધબકતા થયાં છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ અધિકારીઓની ટીમને વિવિધ સ્થળોએ બેસાડી ઉદ્યોગકારોને ત્યાંથી જ પાસ મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે. ઉદ્યોગકારો દ્વારા બાંહેધરી પત્રક, જી.એસ.ટી. નંબર અને કામદારોના ઓળખપત્રો જમા કરાવી ફોર્મ સ્વીકારી સ્થળ પરથી જ પરમિશન આપવામાં આવી રહી છે.


રાજકોટ આજી જી.આઈ.ડી.સી સહીત વિવિધ સ્થળે ઉદ્યોગકારો પાસ મેળવવા ઉત્સાહભેર જોવા મળી રહ્યા છે.  આજી જી.આઈ.ડી.સી ના પ્રમુખ જીવણભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજી ઈન્ડસ્ટીઝ ઝોનમાં ૫૨૫ એકમો કાર્યરત છે. આગામી બે દિવસમાં તમામને પરમિશન આપી દેવામાં આવશે. રાજ્ય સરકારની પહેલને આવકારતા તેમણે જણાવ્યું હતું કે કામદારો અને પરપ્રાંતીય મજૂરો વતન જવા માંગતા હતા તે હવે રોજી રોટી મળવાનું શરુ થતા અહીજ રોકાઈ જશે અને રાજકોટનું ગ્રોથ એન્જીન પુરપાટ ગતિએ દોડશે.


રાજકોટની આજી જી.આઈ.ડી.સી માં આવેલ ક્રોસવર્ડ ડીઝલ એન્જીન વર્કસ અને ફાઈન થ્રેડ ફોર્મ ઇન્ડ ના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં કોરોના અંતર્ગત કામદારો માટે રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ એકમો શરુ કર્યા છે. એક, બે દિવસમાં મોટાભાગના ઉદ્યોગો ધમધમવા લાગશે તેમ તેઓએ જણવ્યું હતું.


Pics : લોકડાઉનમાં ફસાયેલા 177 ગુજરાતીઓને કુવૈતથી ખાસ વિમાનમાં લાવવામાં આવ્યા


ઉલ્લેખનીય છે કે, સીએમઓના સચિવ અશ્વિની કુમારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 14 મેથી રાજકોટમાં ઉદ્યોગોને મંજૂરી આપી દેવાઈ છે. તેથી હવે 14 મેથી રાજકોટમાં ઉદ્યોગો ધમધમતા થઈ જશે. લોકડાઉનમાં ઉદ્યોગોને ફરી જીવંત કરવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. તો રાજકોટમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ ચાલુ થઈ શકશે. સાથે જ ઉદ્યોગોએ જરૂરી બાબતોનું ધ્યાન રાખવુ પડશે. જેમ કે, સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું. માસ્કનો ઉપયોગ, કામદારોના આવવાનો જવાનો સમય સ્ટોગર કરવામાં આવે. લંચ સમયે એકસાથે તમામ કામદારો એક સમયે ભેગા ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું. તેમજ કર્મચારીઓના લંચ અને ચા-નાસ્તાનો સમય પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને કરાવવું. શ્રમિકો આવે ત્યારે તેમનુ હેલ્થ પરીક્ષણ કરી લેવામા આવે, ટેમ્પરેચર મપાય તે ખાસ કરવું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર