Maruti લાવી રહે છે ઇલેક્ટ્રિક કાર, તમામ વિગતો એક ક્લિક પર
આ કાર ગુજરાતના પ્લાન્ટમાં બની રહી હોવાની માહિતી મળી છે
નવી દિલ્હી : પેટ્રોલની વધી રહેલી કિંમત અને પ્રદૂષણનને કારણે સરકાર અને કાર નિર્માતા કંપનીઓ ઇલેકટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આની અસર ઓટો એક્સ્પો 2018માં પણ જોવા મળી હતી. આ દરમિયાન અનેક કંપનીઓએ બાઇકથી માંડીને બસ સુધીના ઇલેક્ટ્રિક વર્ઝન રજૂ કર્યા હતા. આ એકસ્પોમાં દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિએ પોતાની ઇલેક્ટ્રિક કાર ફ્યુચર એસ (Future S)નું કોન્સેપ્ટ મોડલ પણ રજૂ કર્યું હતું. હવે સમાચાર મળ્યા છે કે મારુતિ બહુ જલ્દી એની લોકપ્રિય હેચબેક કાર વેગનઆરનું ઇલેક્ટ્રિક વર્ઝ રજૂ કરશે. આમ, વેગનઆર એ મારુતિની પહેલી ઇલેક્ટ્રિક કાર બનશે.
Exclusive : IPL સટ્ટાકાંડમાં મોટો ખુલાસો, અધધ... 60 ટ્રક ભરી રૂપિયા ઠેકાણે લગાવવાના હતા !
વેગનઆર ઇલેકટ્રિકને કંપની 2020માં લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. બિઝનેસ લાઇનમાં આવેલા સમાચાર પ્રમાણે મારુતિ વેગનઆર ઇલેકટ્રિકને ટોયોટા સાથે મળીને તૈયાર કરી રહી છે. અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે WagonR EVને કંપની 2020માં માર્કેટમાં લોન્ચ કરશે. હાલમાં કંપની આ કારને ગુજરાતના પ્લાન્ટમાં તૈયાર કરી રહી છે અને એની બેટરી ટોયોટા સાથે મળીને તૈયાર કરવામાં આવી રહી છે.
વેગનઆર ઇલેકટ્રિક એવી પહેલી કાર હશે જેને બે કંપનીઓ સાથે મળીને બનાવશે. ટોયોટા તરફથી પહેલાં જ જાહેરાત કરવામાં આવી છે કે કંપની સુઝુકીને અલ્ટ્રાહાઇએફિશિયન્સી પાવરટ્રેન તૈયાર કરવામાં મદદ કરશે. WagonR EV કંપનીના લાઇટવેઇટ પ્લેટફોર્મનો હિસ્સો હશે અને એનું વજન વર્તમાન WagonRથી ઓછું હશે.
હાલમાં મારુતી WagonR EVમાં આપવામાં આવનાર સુવિધા વિશે રિસર્ચ કરી રહી છે. WagonRના સ્ટાન્ડર્ડ મોડેલને હરિયાણાના ગુરુગ્રામમાં તૈયાર કરવામાં આવે છે. મારુતિના અધિકારીઓને આશા છે WagonR EVમાં વર્તમાન વેગનઆર જેવી જ તમામ સુવિધા હશે. મારુતિએ WagonRને 1999માં લોન્ચ કરી હતી અને અત્યાર સુધી એના 20 લાખથી પણ વધારે યુનીટ વેચાઈ ગયા છે.