નવી દિલ્હી: ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAIએ સ્ટાન્ડર્ડ ટર્મ લાઈફ પોલીસી (Standard term life policy) લાવવાની જાહેરાત કરી છે. જો કે, અમે આ સામાચાર પહેલા જ જણાવ્યા હતા કે, IRDAI સ્ટાન્ડર્ડ ટર્મ પોલિસી લઇને આવવાની છે. અલગ અલગ કંપનીઓના અલગ અલગ ઘણા ટર્મ લાઇફ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ છે. જેમની શરતો અને નિયમ અલગ અલગ હોય છે. તેના કારણે ઘણી વખત ગ્રાહકોને પોલિસી સમજવામાં તકલીફ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IRDAIના આદેશ અનુસાર વીમા કંપનીઓ 1 જાન્યુઆરી 2021થી આ પ્રોડક્ટ બજારમાં લોન્ચ કરી શકશે.


આ પણ વાંચો:- ચીનને જબરદસ્ત ફટકો, ભારતે હવે આ વસ્તુની આયાત પર મૂક્યો પ્રતિબંધ


કોઈ પણ લઈ શકશે ટર્મ પ્લાન
સ્ટાન્ડર્ડ ટર્મ પોલિસી એક એવી પ્રોડક્ટ છે જેના નિયમ અને શરત તમામ વીમા કંપનીઓ માટે એકદમ એક સમાન હશે. કોઈપણ વીમા કંપનીથી ખરીદવા પર તેમને ટર્મ ઈન્શ્યોરન્સ નો બેનીફિટ પણ એક સમાન મળશે. આ પોલિસીને 18 વર્ષથી લઇને 65 વર્ષ સુધી કોઈપણ વ્યક્તિ લઇ શકે છે. પોલિસી ટર્મ 5 વર્ષથી 40 વર્ષ સુધી હશે. તેમાં મહત્તમ મેચ્યોરિટીની ઉંમર 70 વર્ષ હશે. તેમાં 5 લાખ રૂપિયાથી લઇને 25 લાખ રૂપિયા સુધીનો એશ્યોર્ડ પણ ઉપલબ્ધ થશે.


આ પણ વાંચો:- સસ્તામાં મળશે ભાડે ઘર, 'રેન્ટલ હાઉસિંગ સ્કીમ' પોર્ટલ લોન્ચ, મળશે આ સુવિધાઓ


અત્યાર સુધી શું મુશ્કેલી હતી
અત્યારે ટર્મ પ્લાન સાથે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે, વીમા કંપનીઓ ગ્રાહકોથી ઇનકમ ટેક્સ રિટર્ન માગતી હતી, જેના કારણે નાના-મોટા કારોબારી, વ્યવસાયી ટર્મ પ્લાન લઇ શકતા ન હતા. કેમ કે, તેમની પાસે ટેક્સસ રિટર્ન હોતું નથી. ટેક્સ રિટર્નમાં ઓછામાં ઓછા 2 લાખથી 5 લાખની વર્ષની આવક જરૂરી હોય છે. એટલે કે, દેશની 98 ટકા વસ્તી પણ આ જ રીતે ટર્મ પ્લાનથી બહાર થઇ ગઈ. પરંતુ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAIએ આ શરતને હવે પોલિસીથી હટાવી દીધી છે. તેનો ફાયદો એ થશે કે હવે તેનો વ્યાપ ઘણો મોટો થઇ જશે. વધારેથી વધારે લોકો ટર્મ પ્લાન લઇ શકે છે.


આવો સમજીએ કે સરળ જીવન વીમાની ખાસિયત છે અને શું ફરેફરા કરવામાં આવ્યા છે


આ પણ વાંચો:- 20 દિવસ પછી બજારમાં કડાકો, રોકાણકારોના એક  દિવસમાં 3.3 લાખ કરોડ ડૂબી ગયા


સરળ જીવન વીમાની વિશેષતાઓ
સરળ જીવન વીમા પોલીસીને કોઈપણ વીમા કંપનીથી ખરીદવા પર શરત અને ફાયદો એકદમ એક સમાન રહેશે. કોઈપણ કંપની તેમાં ફરેફાર કરી શકશે નહીં.
તેને સમજવું સરળ થશે, તેના ફીચર્સ ખુબજ સરળ રહેશે જેથી પોલિસીને સમજવામાં કોઈ મુશ્કેલી નહીં થાય, ઓછી આવકના લોકો પણ તેને લઇ શકશે.
શરત અને બેનીફિટ એક સમાન હોવાથી આ પોલિસી મિસસેલિંગ નહી થઈ શકે. ક્લેમ સેટલમેન્ટ સરળ થઇ જશે.
આ સંપૂર્ણ રીતે પ્યોર રિસ્ક કવર, નોન કનેક્ટેડ પ્રોડક્ટ છે. તેમાં અલગથી કોઇ રાઇડર નથી.
આત્મહત્યાને છોડી પોલિસીમાં કોઇપણ પ્રકારનું એક્સક્લૂઝન નહીં હોય.
આવક, વ્યવસાય, શિક્ષણ, રહેઠાણ પાત્રતાની શરતો રહેશે નહીં, તેને ભારતમાં રહેતો, કોઇપણ કામ કરનાર વ્યક્તિ ખરીદી શકે છે.
તેમા વાર્ષિક ઉપરાંત માસિક પ્રીમિયમ ભરવાનો પણ વિકલ્પ હશે, ECS/NACH દ્વારા પ્રીમિયમ ભરી શકો છો.
જો કે, તમામ કંપનીઓને પ્રીમિયમ નક્કી કરવા અને પોલિસી અંડરાઇટિંગનો અધિકાર હશે.
પોલિસી સરેન્ડર કરવા પર કોઇપણ પ્રકારની ચૂકવણી કરવાની રહેશે નહીં, લોનની સુવિધા નહીં મળે. મેચ્યોરિટી લાભ નહીં હોય, કેમ કે, તેમાં માત્ર ડેથ બેનિફિટ હોય છે.
વેટિંગ પીરિયડ 45 દિવસનો હશે એટલે કે, પોલિસી લીધાના 45 દિવસ બાદ પોલિસી શરત શરૂ થશે. દુર્ઘટનામાં મોત થવા પર ચુકવણી 45 દિવસ પહેલાં કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube