20 દિવસ પછી બજારમાં કડાકો, રોકાણકારોના એક દિવસમાં 3.3 લાખ કરોડ ડૂબી ગયા


એક અહેવાલ પ્રમાણે આજે રોકાણકારોના 3.3 લાખ કરોડ  રૂપિયા ડૂબી ગયા. બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને 157.22 લાખ કરોડ પર પહોંચી ગયું છે. 

20 દિવસ પછી બજારમાં કડાકો, રોકાણકારોના એક  દિવસમાં 3.3 લાખ કરોડ ડૂબી ગયા

નવી દિલ્હીઃ આશરે 20 દિવસ બાદ શેર બજારમાં મોટો ઘટાડો નોંધાયો છે. 41 હજારની તરફ ઝડપથી વધી રહેલો સેન્સેક્સ 39700ના સ્તર પર પહોંચી ગયો છે. નિફ્ટી પણ 11660ની સપાટી પર પહોંચી ગઈ છે. તેમાં 300 પોઈન્ટનો ઘટાડો થયો છે. સેન્સેક્સ 1066 પોઈન્ટના ઘટાડા સાથે 39728ના સ્તર પર બંધ થયું અને નિફ્ટી 290.70 પોઈન્ટના ઘટાડા સાથે  11680 પર બંધ થઈ હતી. 

એક અહેવાલ અનુસાર આજે રોકાણકારોના 3.3 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.  BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને 157.22 લાખ કરોડ પર પહોંચી ગયું છે. 

સેન્સેક્સના 30 શેરમાં એકમાત્ર એશિયન પેન્ટ્સના શેર ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. સૌથી વધુ નુકસાન બજાજ ફાઇનાન્શિયલ સર્વિસ, ટેક મહિન્દ્રા અને ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં રહ્યું. તેના શેરમાં 4 ટકા કરતા વધુનો ઘટાડો નોંધાયો છે. 

આશા કરવામાં આવી રહી હતી કે અમેરિકા જલદી બીજા રાહત પેકેજની જાહેરાત કરશે. પરંતુ આ સંભાવનાઓ પર હાલ પાણી ફરી ગયું, જેના કારણે બજાર નેગેટિવ સેન્ટિમેટમાં આવી ગયું છે. આ સિવાય અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ટેન્શન ફરીથી ચર્ચામાં છે. અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે એક પ્રસ્કાવ મુક્યો છે જેમાં ચીનના એન્ટ ગ્રુપ જેને અલીબાબ કહે છે, તેને ટ્રેડ બ્લેકલિસ્ટમાં નાખવાની અપીલ કરવામાં આવી હતી. અલીબાબ હાલ આઈપીઓ લાવવાની તૈયારી કરી રહ્યું છે. 

IT વિભાગની દિવાળી ભેટ, 38 લાખ ટેક્સપેયર્સને ચૂકવ્યું રિફંડ, આ રીતે કરો ચેક

છેલ્લા ત્રણ સપ્તાહથી શેર બજારમાં સતત તેજી હતી. વચ્ચે 29 સપ્ટેમ્બરને છોડી દેવામાં આવે તો 25 સપ્ટેમ્બરથી સેન્સેક્સ સતત તેજીની સાથે બંધ થતું હતું. 24 સપ્ટેમ્બરે સેન્સેક્સ 36553ની સપાટી પર બંધ થયું હતું. 14 ઓક્ટોબરે તે 40794ના સ્તર પર બંધ થયું હતું. પાછલા ત્રણ સપ્તાહમાં તેમાં 4200થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news