નવી દિલ્હીઃ છૂટક વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ કેન્દ્ર સરકારના 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પ્રોત્સાહન પેકેજ પર પુનર્વિચારની માગ કરતા સોમવારે કહ્યું કે, પેકેજમાં ધ્યાન ન રાખવાને કારણે દેશભરમાં વેપારી નારાજ છે. કૈટે કહ્યું કે, મહામારીના સંકટના સમયે સૌથી વધુ પ્રતિબદ્ધતા દેખાડી છે અને તે કોરોના વાયરસ મહામારીને કારણે હંમેશા સંકટની સ્થિતિમાં દેશ પ્રત્યે પોતાની ભૂમિકાને નિભાવતા રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંગઠને કહ્યુ, પરંતુ સૌથી વધુ પ્રતિબદ્ધ ક્ષેત્રમાંથી એકને આર્થિક પેકેજની વ્યાપક જાહેરાતમાં જગ્યા ન મળવી નિરાશાજનક છે. કૈટે જણાવ્યું કે, તેના વિશે અમે નાણામંત્રી નિર્મલા સીતારમનને એક પત્ર મોકલીને આર્થિક પેકેજ પર પુનર્વિચાર કરવાની વિનંતી કરી છે. 


હવાઇ યાત્રા કરવાનો પ્લાન બનાવી રહેલા લોકો માટે મોટા સમાચાર, આ મહિનાથી શરૂ થશે બુકિંગ


સંગઠને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને કપડા મંત્રી સ્મૃતિ ઇરાનીને પણ પત્ર મોકલ્યો છે. કૈટના દિલ્હી-એનસીઆર એકમના સંયોજક સુશીલ કુમારે કહ્યુ કે, આર્થિક પેકેજની જાહેરાત કરવા સમયે સરકારે વેપારીઓની ઉપેક્ષા કરી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube