નવી દિલ્હી: નાની બચત યોજનાઓ (small savings schemes) પર વ્યાજદર ઘટાડવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સવારે કરેલી આ જાહેરાત બાદ કરોડો લોકોને રાહત મળવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે 31 માર્ચના રોજ PPF, સુકન્યા સમૃદ્ધિ જેવી તમામ નાની બચત યોજનાઓના વ્યાજદર પર ઘટાડાની જાહેરાત કરી હતી અને આજે આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારના આ નિર્ણયની જાહેરાત પોતાના ટ્વિટર એકાઉન્ટથી આપી. નાણામંત્રીએ લખ્યું કે ભારત સરકારની નાની બચત યોજનાઓ પર વ્યાજદર એ જ રીતે મળતું રહેશે જે 2020-21ના છેલ્લા ત્રિમાસિકમાં મળતું હતું. એટલે કે માર્ચ 2021 સુધી જે વ્યાજદર મળતું હતું તે જ રીતે વ્યાજ મળતું રહેશે. ગઈ કાલે બહાર પાડવામાં આવેલો આદેશ પાછો ખેંચવામાં આવે છે. 


સિનિયર સિટિઝન્સને પણ રાહત
અત્રે જણાવવાનું કે નાની બચત યોજનાઓને સરકાર દર ત્રિમાસિક પર નોટિફાય કરે છે. બુધવારે સરકારે નાણાકીય વર્ષ 2021ના પહેલા ત્રિમાસિક એટેલે કે 1 એપ્રિલથી લઈને 30 જૂન 2021 સુધી મળનાર વ્યાજદરોને રિવાઈઝ કર્યા હતા. સરકારે બુધવારે પાંચ વર્ષીય સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કિમના વ્યાજ દર પણ 0.9 ટકાથી ઘટાડીને 6.5 ટકા કરી નાખ્યા હતા. જો કે હવે જૂના વ્યાજદર જ લાગુ રહેશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube