આનંદો! આવતીકાલથી હવે તમે જઈ શકશો તમારા મનપસંદ દેશમાં! ફરી શરૂ થશે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ
કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષોથી આંતરરાષ્ટ્રીય ઉડાનો (International Flights) પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરંતુ આવતીકાલ (27 માર્ચ 2022)થી પ્રતિબંધ પુરો થઈ જશે. તમામ પહેલુઓની સમીક્ષા કર્યા બાદ સરકારે આંતરરાષ્ટ્રીય યાત્રી વિમાન સેવા (International Commercial Passenger Services) ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના કેસ ઘટવાના કારણે કેન્દ્ર સરકાર તરફથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને એકવાર ફરીથી સંચાલિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 27 માર્ચ 2022થી આ સેવા શરૂ થઈ જશે. જોકે, દેશ દુનિયામાંથી કોરોના વાયરસ હજુ ગયો નથી, જેના કારણે કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષોથી આંતરરાષ્ટ્રીય ઉડાનો (International Flights) પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરંતુ આવતીકાલ (27 માર્ચ 2022)થી પ્રતિબંધ પુરો થઈ જશે. તમામ પહેલુઓની સમીક્ષા કર્યા બાદ સરકારે આંતરરાષ્ટ્રીય યાત્રી વિમાન સેવા (International Commercial Passenger Services) ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
પાપમોચની એકાદશીઃ ભગવાન શ્રીહરિ વિષ્ણુનું એવું વ્રત જે માત્ર સાંભવાથી મળે છે પાપોમાંથી મુક્તિ
આ છે નવી ગાઈડલાઈન્સ
- કોવિડના દિશા નિર્દેશો અનુસાર InternationalFlights પર 3 સીટોને ખાલી રાખવાનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.
- કોરોના કેસમાં હવે ઘટાડો નોંધાતા હવે ક્રૂ મેમ્બરો માટે સંપૂર્ણ PPE કીટની જરૂરિયાત ખતમ થઈ ગઈ છે.
- એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ પેટ-ડાઉન સર્ચ ફરીથી શરૂ કરવામાં આવશે.
- એરપોર્ટ અથવા પ્લેનમાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
Ohhh!!! બબીતાજીને જોઈને આઉટઓફ કંટ્રોલ થયા સ્પર્ધક, એક પેન્ટ ઉતાર્યું તો બીજાએ શર્ટ
ક્યારે શરૂ થઈ હતી કોમર્શિયલ ફ્લાઈટ્સ
તમને જણાવી દઈએ કે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ વધતા કોરોના કેસને રોકવા માટે 23 માર્ચ 2020થી ભારતમાંથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર એરલાઈન્સનું સંચાલન સ્થગિત કરી દીધું હતું. પરંતુ હવે રસીકરણ અભિયાનમાં ઉછાળો અને કોરોનાના કેસોમાં ઘટાડા પછી સરકારે આંતરરાષ્ટ્રીય એરલાઇનને ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
જાણો શું કહ્યું નાગરિક ઉડ્ડયન મંત્રીએ?
ઉલ્લેખનીય છે કે, નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેઓ આશા રાખે છે કે આગામી બે મહિનામાં એરલાઇન ટ્રાફિક પ્રી-કોવિડ સ્તરે પહોંચશે. સાથે, તેમણે કહ્યું હતું કે આમાં સામેલ તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે વાતચીત કરવામાં આવી રહી છે, જેથી આંતરરાષ્ટ્રીય એરલાઇનને સંપૂર્ણ રીતે ફરીથી શરૂ કરી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube