Papmochani Ekadashi 2022 Katha: ભગવાન શ્રીહરિ વિષ્ણુનું એવું વ્રત જે અપાવે છે પાપોમાંથી મુક્તિ, માાત્ર કથા સાંભળવાથી મળે છે મુક્તિ!

Papmochani Ekadashi 2022 Katha: પાપમોચની એકાદશી વ્રતની કથા સ્વયં ભગવાન બ્રહ્માએ નારદને સંભળાવી હતી. આ વર્ષે પાપમોચની એકાદશી 27 માર્ચે સાંજે 06:04 વાગ્યે શરૂ થઈ રહી છે અને 28 માર્ચે સાંજે 04:15 વાગ્યે પુરી થશે. જે લોકો ઉપવાસ રાખે છે, તેઓ બીજા દિવસે સવારે સૂર્યોદય પછી ઉપવાસ તોડશે.

Papmochani Ekadashi 2022 Katha: ભગવાન શ્રીહરિ વિષ્ણુનું એવું વ્રત જે અપાવે છે પાપોમાંથી મુક્તિ, માાત્ર કથા સાંભળવાથી મળે છે મુક્તિ!

Papmochani Ekadashi 2022 Katha: 28 માર્ચે અને સોમવારે પાપમોચની એકાદશી વ્રત રાખવામાં આવશે. પંચાંગ અનુસાર ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ પાપમોચની એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને પાપમોચની એકાદશી વ્રત કથાનો પાઠ કરાય છે. આ વ્રત કથા સાંભળવાથી કે પાઠ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને કોઈ પણ માણસની જિંદગીમાં પડી રહેલી મુશ્કેલીઓનો નાશ થાય છે. 

પાપમોચની એકાદશી વ્રતની કથા સ્વયં ભગવાન બ્રહ્માએ નારદને સંભળાવી હતી. આ વર્ષે પાપમોચની એકાદશી 27 માર્ચે સાંજે 06:04 વાગ્યે શરૂ થઈ રહી છે અને 28 માર્ચે સાંજે 04:15 વાગ્યે પુરી થશે. જે લોકો ઉપવાસ રાખે છે, તેઓ બીજા દિવસે સવારે સૂર્યોદય પછી ઉપવાસ તોડશે. ચાલો જાણીએ પાપમોચની એકાદશી વ્રત કથા વિશે.

પાપમોચની એકાદશી વ્રત કથા
એકવાર યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જણાવવાનું કહ્યું. ત્યારે શ્રી કૃષ્ણએ જણાવ્યું કે આ એકાદશી પાપમોચની એકાદશી તરીકે ઓળખાય છે. આ વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે અને સંકટ દૂર ભાગે છે. તેમણે બ્રહ્માજી દ્વારા નારદ મુનિને સંભળાવેલી કથા વિશે કહેવાનું શરૂ કર્યું, જે આ પ્રમાણે છે..

એક ચૈત્રરથનું વન હતું, જેમાં દેવરાજ ઈન્દ્ર અપ્સરાઓ અને દેવતાઓ સાથે વિહાર કરતા હતા. એકવાર ચ્યવન ઋષિના પુત્ર મેધાવી ચૈત્રરથ જંગલમાં તપસ્યા કરવા ગયા હતા. તેઓ ભગવાન શિવ શંકરના પરમ ભક્ત હતા. તેઓ શિવની તપસ્યા કરવા લાગ્યા. થોડો સમય વીતાવ્યા બાદ કામદેવે મંજુઘોષ નામની એક અપ્સરાને મેધાવી ઋષિની તપસ્યા ભંગ કરવા માટે મોકલી.

તે સમયે મેધાવી યુવાન હતા અને તે મંજુઘોષના નૃત્ય અને સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ ગયા. જેના કારણે તેઓ શિવભક્તિથી દૂર થઈ ગયા. મધાવી મંજૂઘોષાની સાથે રતિ ક્રીડામાં લીન થઈ ગયા. આમ કરતાં કરતાં 57 વર્ષ વીતી ગયા. ત્યારે એક દિવસ મંજુઘોષે મેધાવી પાસે દેવલોક પાછા જવાની પરવાનગી માંગી.

મંજુઘોષાને પરત જવાની પરવાનગી માંગતા મેધાવીને પોતાની ભૂલનો અહેસાસ થયો કે તેઓ તો શિવની તપસ્યાથી દૂર થઈ ગયા છે. આત્મજ્ઞાન થયા બાદ તેમણે મંજુઘોષાને શિવ ભક્તિથી દૂર કરવા પાછળનું કારણ જણાવ્યું. ત્યારે ગુસ્સે થઈને તેમણે મંજુઘોષાને પિશાચની બનવાનો શ્રાપ આપ્યો.

પછી મંજુઘોષા ડરના કારણે કાંપવા લાગી, માફી માંગવા લાગી અને શ્રાપમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ પૂછવા લાગી. ત્યારે મેધાવીએ તેને પાપમોચની એકાદશીનું વ્રત કરવાનું જણાવ્યું. મંજુઘોષાએ પાપમોચની એકાદશીનું વ્રત પુરેપુરી શ્રદ્ધા સાથે કર્યું, જેના પરિણામે તેમના પાપ નષ્ટ થયા અને તે શ્રાપમાંથી મુક્ત થઈ પાછી દેવલોક ચાલી ગઈ.

કામ ક્રીડામાં લીન રહેવાના કારણે મેઘાવી પણ તેજહીન થઈ ગયા હતા. ત્યારે તેમણે પણ પાપમોચની એકાદશી વ્રત રાખ્યું. વ્રતના પ્રભાવથી મેઘાવીના પણ પાપ નષ્ટ થઈ ગયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news