નવી દિલ્હી: DGCA order on international flights: વિદેશયાત્રા કરનારાઓ માટે મહત્વના સમાચાર છે. શેડ્યૂલ ઇન્ટરનેશનલ પેસેન્જર્સ ફ્લાઇટ્સનું સસ્પેન્શન સમાપ્ત થવા જઇ રહ્યું છે. એવિએશન રેગ્યુલેટરી ડીજીસીએએ જણાવ્યું હતું કે ભારત અને અહીંથી શેડ્યૂલ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર્સ સેવાઓ 27 માર્ચથી ફરી શરૂ થશે. આ માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. અગાઉ 19 જાન્યુઆરીએ આ ફ્લાઈટ્સનું સસ્પેન્શન 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના કારણે શેડ્યૂલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ ફ્લાઇટ્સને 23 માર્ચ 2020 થી જ સસ્પેંડ કરી દેવામાં આવી હતી.પરંતુ પછી જુલાઇ 2020 થી ભારત અને લગભગ 45 દેશોની વચ્ચે એર બબલ વ્યવસ્થા હેઠળ સ્પેશિયલ પેસેન્જર્સ ફ્લાઇટ્સ ઓપરેટ થઇ રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube