Best Schemes for Children: બાળકોને બચતની શીખ આપવા માટે આપણે ઘરમાં પિગી બેંક રાખીએ છીએ અને તેના પૈસા તેમાં જમા કરાવીએ છીએ, જેથી તે પૈસા ભેગા કરી શકે અને તે શીખી શકે કે નાની-નાની રકમ ભેગી કરી મોટુ ફંડ બનાવી શકાય છે. આ કામ આપણે પણ કરી શકીએ છીએ અને નાની-નાની રકમથી બાળકો માટે લાખો રૂપિયા ભેગા કરી શકીએ છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવી ઘણી સ્કીમ છે જેમાં માત્ર 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. જો તમે આ સ્કીમ્સમાં મહિને 500 રૂપિયા પણ ડિપોઝિટ કરો તો વર્ષના 6000 રૂપિયા જમા થશે. જમા પર વ્યાજ મળશે અને થોડા સમયમાં સારૂ ફંડ ભેગું થઈ જશે. જેનાથી તમે બાળકોની જરૂરીયાત પૂરી કરી શકો છો. તમે ઈચ્છો તો 500 રૂપિયાની માસિક ડિપોઝિટથી લાખોની રકમ જોડી શકો છો, જાણો કેટલીક શાનદાર સ્કીમ વિશે.


PPF
PPF એટલે કે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ પણ એક સરકારી સ્કીમ છે. આ સ્કીમમાં દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. પરંતુ જો તમે બાળકોના નામથી 500 રૂપિયા મહિને જમા કરો તો  મોટી રકમ બનાવી શકો છો. આ સ્કીમમાં તમને 7.1 ટકા પ્રમાણે ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો મળે છે. આ સ્કીમ 15 વર્ષમાં મેચ્યોર થાય છે. જો તેમાં તમે મહિને 500 રૂપિયા જમા કરો તો વાર્ષિક 6000 રૂપિયા જમા થશે અને 15 વર્ષમાં જમા રકમ 90,000 રૂપિયા થઈ જશે. પીપીએફ કેલકુલેટર પ્રમાણે હિસાબ કરો તો 15 વર્ષમાં તમને  72,728 રૂપિયા વ્યાજ તરીકે મળશે અને મેચ્યોરિટી પર તમને કુલ 1,62,728 રૂપિયા મળશે. જો આ સ્કીમમાં તમે 20 વર્ષ સુધી રોકાણ કરો તો તમને 2,66,332 રૂપિયા મળશે.


આ પણ વાંચોઃ અલાદીનનો ચિરાગ! ખૂલતાંની સાથે જ ભુક્કા બોલાવ્યા, 1 લાખના થયા 4 લાખ રૂપિયા


SSY
જો તમે પુત્રીના પિતા છો તો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ શરૂ કરો. આ સ્કીમમાં વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. વર્તમાન સમયમાં આ સ્કીમમાં 8.20% વ્યાજ મળે છે. 15 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે અને 21 વર્ષમાં સ્કીમ મેચ્યોર થાય છે. જો તમે આ સ્કીમમાં મહિને 500 રૂપિયાનું રોકાણ કરો છો તો 15 વર્ષમાં કુલ 90 હજાર રૂપિયાનું રોકાણ થશે. 15થી 21 વર્ષ વચ્ચે તમે રોકાણ કરશો નહીં. પરંતુ તમારી રકમ પર 8.2 ટકા વ્યાજ મળતું રહેશે. તેવામાં આ વ્યાજના તમને 1,87,103 રૂપિયા મળશે. મેચ્યોરિટી પર તમને કુલ  2,77,103 રૂપિયા મળશે.


SIP 
SIP દ્વારા તમે મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. મ્યૂચુફલ ફંડમાં તમને કમ્પાઉન્ડિંગ વ્યાજનો ફાયદો મળે છે અને એવરેજ 12 ટકા પ્રમાણે રિટર્ન મળે છે. તેવામાં લોન્ગ ટર્મમાં તમે આ સ્કીમ દ્વારા મોટી રકમ જોડી શકો છો અને બાળકના ઉચ્ચ અભ્યાસનો ખર્ચ પૂરો કરી શકો છો. સારી વાત છે કે એસઆઈપીમાં તમે તમારી ક્ષમતા પ્રમાણે રોકાણ કરી શકો છો, તેમાં રોકાણ વધારી પણ શકો છો. જો તમે 500 રૂપિયા મહિના પ્રમાણે રોકાણ કરો અને 15 વર્ષ બાદ 12 ટકા વ્યાજ પ્રમાણે તમે મેચ્યોરિટી પર 2,52,288 રૂપિયા મેળવી શકો છો. જો તમે વધુ 5 વર્ષ રોકાણ કરો તો 20 વર્ષમાં 12 ટકા પ્રમાણે તમને 4,99,574 એટલે કે આશરે 5 લાખ રૂપિયા મળી શકે છે.