Esconet Tech IPO Listing: અલાદીનનો ચિરાગ! ખૂલતાંની સાથે જ ભુક્કા બોલાવ્યા, 1 લાખના થયા 4 લાખ રૂપિયા
Esconet Tech IPO Listing: એસ્કોનેટ ટેકની આજે NSE SME પર ધમાકેદાર એન્ટ્રી થઈ છે. કંપનીએ લિસ્ટિંગના દિવસે જ રોકાણકારોના પૈસા ડબલ કરી નાખ્યા. આ કંપનીના સેરનું NSE SME પર 245 ટકાના પ્રિમિયમ સાથે 290 રૂપિયાના ભાવ પર લિસ્ટિંગ થયું છે.
Trending Photos
Esconet Tech IPO Listing: એસ્કોનેટ ટેકની આજે NSE SME પર ધમાકેદાર એન્ટ્રી થઈ છે. કંપનીએ લિસ્ટિંગના દિવસે જ રોકાણકારોના પૈસા ડબલ કરી નાખ્યા. આ કંપનીના સેરનું NSE SME પર 245 ટકાના પ્રિમિયમ સાથે 290 રૂપિયાના ભાવ પર લિસ્ટિંગ થયું છે. સ્ટોરેજ સર્વિસ, નેટવર્ક સિક્યુરિટી, વર્ચ્યુઅલાઈઝેશન અને ડેટા પ્રોટેક્શન સર્વિસિસ ઉપલબ્ધ કરાવનારી કંપનીનો આઈપીઓ ઓવરઓલ 5-7 ગણાથી વધુ સબસ્ક્રાઈબ થયો હતો.
કંપનીનો ઈન્ટ્રા ડે હાઈ 294.95 રૂપિયા જોવા મળ્યો. એટલે કે આઈપીઓ રોકાણકારોને 251 ટકા જેટલો ફાયદો થયો. જો કે શાનદાર એન્ટ્રી બાદ નફો મેળવવાના પગલે દબાણમાં આવતા શેર ગગડીને 275.50 રૂપિયાના લોઅર સર્કિટ પર આવી ગયો. પરંતુ હજુ પણ રોકાણકારો લગભગ 228 ટકાના નફામાં છે. એસ્કોનેટ ટેક્નોલોજીસ આઈપીઓથી 28.22 કરોડ રૂપિયા ભેગા કરી રહી છે. કંપનીના શેરોની પ્રાઈસ બે્ડ 80 રૂપિયાથી લઈને 84 રૂપિયા પ્રતિ શેર હતો.
એક લોટમાં કેટલા શેર
રિટેલ રોકાણકારો માટે કંપનીએ એક લોટમાં 1600 શેર રાખ્યા હતા. જેના કારણે એક તો રોકાણકારોએ ઓછામાં ઓછો 134400 રૂપિયા રૂપિયાનો દાવ લગાવવો પડ્યો હતો. આ આઈપીઓ 16 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી ખુલ્લો હતો. શેરોનું એલોટમેન્ટ 21 ફેબ્રુઆરી 2024ના રોજ કરવામાં આવ્યું હતું. આઈપીઓની સાઈઝ 28.22 કરોડ રૂપિયાની છે.
કંપનીની નાણાકીય સ્થિતિ
એસ્કોનેટ ટેકનોલોજીસે માર્ચ 2023ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં 3.04 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. નાણાકીય વર્ષ 2023 માટે તેનું રાજસ્વ 96.90 કરોડ રૂપિયા હતું. સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થતા સમયગાળા માટે કંપનીએ 71.46 કરોડ રૂપિયાના રાજસ્વ પર 3.05 કરોડનો ચોખ્ખો નફો રળ્યો.
શું કરે છે આ કંપની
એસ્કોનેટ ટેક્નોલોજીસ ઉચ્ચ સ્તરીય સુપરકોમ્પ્યુટિંગ સમાધાન અને ડેટા સેન્ટર સુવિધાઓ આપે છે જેમાં સ્ટોરેજ સર્વર, નેટવર્ક સુરક્ષા, વર્ચ્યુઅલાઈઝેશન તથા ડેટા સુરક્ષા સામેલ છે. સંતોષ કુમાર અગ્રવાલ અને સુશીલ કુમાર અગ્રવાલ તેના પ્રમોટર છે. કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ એસ્કોનેટ ટેક્નોલોજીસ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર હતા જ્યારે સ્કાઈલાઈન ફાઈનાન્શિયલ સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડ આઈપીઓના રજિસ્ટ્રાર હતા.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે