જો તમે પણ નોટબંધી પહેલાં રીયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે અને હવે તમારું ધૈર્ય જવાબ આપી રહ્યું છે તો થોડી રાહ જુઓ. ભારતીય બજારમાં રોકાણકારોને સારું રિટર્ન મળવાની પુરી સંભાવના છે. જોકે 'જીએસટી' અને 'રેરા' જેવી યોજનાઓથી અડચણ ઉભી થયા બાદ બજારમાં પારદર્શિતા આવવાની શરૂ થઇ ગઇ છે. આ નીતિઓથી બજારમાં સકારાત્મક વલણ આવી રહ્યું છે. રીયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા જાણકારોનું આ કહેવું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Paytm ટૂંક સમયમાં શરૂ કરશે આ સર્વિસ, ઘરેબેઠા કમાણી કરી શકશે યૂજર્સ


બજારમાં રોકાણ કરવા પર વિચાર ચાલી રહ્યો છે
ફેડરેશન ઓફ ઇન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇંડસ્ટ્રી રીયલ એસ્ટેટ કમેટીના અધ્યક્ષ સંજય દત્તે કહ્યું 'કેનેડિયાઇ પેંશન કોષ, કતર કોષ, જીઆઇસી અને સિંગાપુરની ટેમાસેક તાજેતરમાં રોકાણ બાદ હવે સરકારી તથા પેંશન કોષ સહિત વિદેશી સંપત્તિ કોષના બજારમાં રોકાણ કરવા પર વિચાર કરી શકે છે. દત્તે કહ્યું 'હવે અમારી પાસે યોગ્ય નીતિઓ છે. 'તેમણે ભાર મુકતાં કહ્યું કે ડેવલોપર્સ પાસે રોકાણ કરવા માટે ટ્રેક રેકોર્ડ છે, ઇન્વેસ્ટમેન્ટ રેગ્યુલેટરી તથા કરવેરા પદ્ધતિને સમજી શકે છે અને માંગ અને મુદ્વા જોખમોને જાણી શકાય છે.


SBI બેંક ખાતામાં બેલેન્સ ઓછું હશે તો લાગશે આટલો ચાર્જ, જાણો કેટલો લાગશે ચાર્જ


ડેવલોપરોને લોન આપવાનું શરૂ કરશે બેંક
તો બીજી તરફ ઓમેક્સના કાર્યકારી અધિકારી મોહિત ગોયલે કહ્યું કે 'રિયલ એસ્ટેટ અધિનિયમ એટલે કે રેરા અને જીએસટી લાગૂ થયા બાદ બધા ડેવલોપરો કોર્પોરેટ રીતે કામ કરી શકે છે અને પ્રોજેક્ટની ડિલિવરીમાં મોડું કરી રહ્યા નથી. તેનાથી બેંકોનો કંપનીઓને લોન આપવાનો વિશ્વાસ વધ્યો છે. ગોયલનું માનવું છે કે ત્રણ વર્ષમાં રેરા અને જીએસટી સુવ્યવસ્થિત થતાં અને સોદામાં પારદર્શિતા આવવાથી બેંક ડેવલોપરોને જમીન અધિગ્રહણ માટે પૂંજી આપવાનું શરૂ કરશે.  

Redmi Note 7 અને રેડમી નોટ 7 પ્રોનો સેલ આજે, ફ્રીમાં મળશે આ બધુ