Paytm ટૂંક સમયમાં શરૂ કરશે આ સર્વિસ, ઘરેબેઠા કમાણી કરી શકશે યૂજર્સ
Trending Photos
નવી દિલ્હી: જો તમે પણ પેટીએમ (Paytm) યૂઝર છો તો તમને જણાવી દઇએ કે ઇ-વોલેટ કંપની જલદી જ નવી સર્વિસ શરૂ કરવા જઇ રહી છે. આ સર્વિસને પેટીએમ દ્વારા પહેલીવાર શરૂ કરવામાં આવી રહી છે. આ વિશે કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જાણકારી આપી છે. જો તમે પણ કંપનીની આ સર્વિસનો ઉપયોગ કરવા માંગો છો તો ઘરેબેઠા ઇનકમ કરી શકો છો. પેટીએમ દ્વારા નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે નાણાકીય વર્ષ 2019-20ની શરૂઆતમાં પેટીએમ (Paytm)ને મોટી મંજૂરી મળી ગઇ છે. તેના હેઠળ તમે પેટીમ દ્વારા શેર બજારમાં રોકાણ કરી શકો છો.
1 એપ્રિલને આ સર્વિસ માટે મળી મંજૂરી
અત્યાર સુધી બજારમાં ઘણી શેર બ્રોકિંગ કંપનીઓ કામ કરી રહી છે, પરંતુ 1 એપ્રિલથી તેના માટે પેટીએમ મની (Paytm Money)ને મંજૂરી મળી ગઇ છે. શેર બજાર નિયામક સેવીએ પેટીએમની સબ્સિડિયરી કંપની પેટીએમ મનીને તેના માટે મંજૂરી પણ આપી દીધી છે. ટૂંક સમયમાં પેટીએમના રૂપથી શેરની ખરીદી અને વેચાણ કરી શકે છે. આ પહેલાં પેટીએમ દ્વારા મ્યુચલ ફંડ સર્વિસ શરૂ કરવામાં આવી છે.
બીએસઇ અને એનએસઇ માટે બ્રોકર મેંબરશિપ
કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે બીએસઇ અને એનએસઇ માટે બ્રોકર મેંબરશિપ મળી ગઇ છે. હવે કંપની ટૂંક સમયમાં જ એક્સચેંજની સાથે ઇનવેસ્ટિંગ અને ટ્રેડિંગ પ્રોડક્ટ શરૂ કરશે. પેટીએમ મનીના પ્લેટફોર્મ પર ઇક્વિટીઝ અને કેશ સેંગ્મેંટમાં ટ્રેડિંગ શરૂ કરવામાં આવશે. જોકે આ અંગે હજુ કોઇ ટાઇમલાઇન નક્કી કરવામાં આવી નથી. આગામી મહિનાઓમાં પેટીએમ મની દ્વારા કરોડો ભારતીય સારું રોકાણ કરી શકે છે. અમે યૂજર્સને વિશ્વાસપાત્ર રોકાણ પ્લેટફોર્મ પુરૂ પાડીશું.
પેટીએમે પોતાની નવી સર્વિસ માટે 24 મ્યુચ્યુઅલની સર્વિસ આપનાર કંપનીઓ સાથે મિલાવ્યો છે. અત્યારે બેંકોમાં ફિક્સડ ડિપોઝિટ પર તમને 7 થી 9 ટકાનું રિટર્ન મળે છે. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડમાં 15 ટકા સુધીનું વાર્ષિક રિટર્ન મળે છે. મ્યુચ્યુઅલ ફંડમાં કહેવામાં આવ્યું રોકાણ જોખમી પણ હોઇ શકે છે અને તેનું રિટર્ન શેર બજારની ચાલ પર નિર્ભર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે