નવી દિલ્હીઃ કચરાના નિકાલ અને વ્યવસ્થાપન સેવાઓ ઉપલબ્ધ કરાવનારી અર્બન એન્વાયરો વેસ્ટ મેનેજમેન્ટે 11.42 કરોડ રૂપિયા એકઠા કરવા માટે પ્રારંભિક જાહેર ઓફર (IPO)લાવવાની જાહેરાત કરી છે. કંપનીનો આઈપીઓ 12 જૂને ખુલશે અને 14 જૂને બંધ થશે. કંપનીએ નિવેદનમાં કહ્યું કે, આ શેરને એનએસઈ ઇમર્જ પર લિસ્ટેડ કરવામાં આવશે. NSE Emerge એ નાના અને મધ્યમ ઉદ્યોગો માટેનું પ્લેટફોર્મ છે. IPOમાં 9.20 લાખ ઇક્વિટી શેરના તાજા ઇશ્યુનો સમાવેશ થાય છે, જ્યારે 2.22 લાખ ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) લાવવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કરે છે કંપની
એન્વાયરો વેસ્ટ મેનેજમેન્ટ કંપની ઘન કચરોના મેનેજમેન્ટનું કામ કરે છે. કંપની ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના શહેરોમાં ઘન કરચાનો સંગ્રહ, પરિવહન, કચરાના અલગીકરણ અને પ્રક્રિયા અને નિકાલની સેવાઓ મુખ્યત્વે સ્થાનિક નગરપાલિકાઓને પૂરી પાડે છે.


કેટલો મોટો છે કારોબાર
ભારતમાં વર્તમાનમાં લગભગ 1.45 લાખ મેટ્રિક ટન  કચરો ઉત્પન્ન થાય છે, જેમાંથી 35 ટકા ઘન કચરો છે. આ પ્લાસ્ટિકનો મોટાભાગનો કચરો રિસાયકલ કરવામાં આવે છે. દેશમાં પેદા થતા ઘન કચરાનો કુલ જથ્થો 160038.9 TPD છે, જેમાંથી 152749.5 TPD કચરો 95.4% ની સંગ્રહ કાર્યક્ષમતા પર એકત્ર કરવામાં આવે છે.


પ્રાઇઝ બેન્ડ
કંપની પોતાના શેર માટે પ્રાઇઝ બેન્ડ 100 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. 


આ પણ વાંચોઃ Post Office ની સુપરહિટ સ્કીમ, દર મહિને જમા કરો 15000 રૂપિયા અને મેચ્યોરિટી પર મેળવો


કંપનીનું નાણાકીય પ્રદર્શન
ડિસેમ્બર 2022ની અવધિના સમાપ્ત નવ મહિના માટે કંપનીએ 26.2 કરોડની આવક અને 1.06 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. 


ઈશ્યૂનું સ્ટ્રક્ચર
કંપનીએ આઈપીઓમાં જારી થનારા શેરના 50 ટકા રિટેલ ઈન્વેસ્ટરો માટે રિઝર્વ કર્યાં છે. બાકી 50 ટકા કોર્પોરેટ એકમો કે સંસ્થાઓ સહિત અન્ય ઈન્વેસ્ટરો માટે અલગ રાખ્યો છે. 


આઈપીઓ લાવવાનો ઈરાદો
તાજા ઈશ્યુમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ દેવું ચૂકવવા, કાર્યકારી મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા અને અન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube