નવી દિલ્હીઃ IPO Market: શેર બજારમાં કમાણીની તક શોધી રહેલા લોકો માટે ઓગસ્ટ મહિનો ભરપૂર કમાણી કરાવી શકે છે. સતત બજારમાં નવી કંપનીઓ એન્ટ્રી લઈ રહી છે.  IPO બજારમાં ગુલજાર છે. બજારમાં આઈપીઓ માર્કેટ જોરશોરમાં છે. જુલાઈ મહિનામાં બજાર રેકોર્ડ હાઈ બની ચુક્યુ છે. હવે ઓગસ્ટ મહિનો બજાર માટે ફરિ હિટ સાબિત થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોકાણકારો ઘણા મોટા નામોના આઈપીઓની રાહ જોઈ રહ્યાં છે. તેમાં  Paytm, LIC જેવા આઈપીઓ લિસ્ટમાં છે. પરંતુ આ પહેલા કમાણીની મોટી તક મળવાની છે. ઓગસ્ટમાં કુલ 9 કંપનીઓ આઈપીઓ લાવી શકે છે. તેમાં કેટલીક તારીખ નક્કી છે. બાકી લાઇનમાં છે. ચાલો જાણીએ ઓગસ્ટ મહિનામાં ક્યા આઈપીઓ આવશે. 


આ પણ વાંચોઃ 7th Pay Commission: DA માં વધારો કર્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓને આ મુદ્દે સરકારે આપ્યો ઝટકો


4 ઓગસ્ટે એન્ટ્રી લેશે 3 IPO


કંપની IPO સાઇઝ તારીખ
વિંડલાસ બાયો 700 કરોડ રૂપિયા 4 ઓગસ્ટ
દિવ્યાનીઇન્ટરનેશનલ 1400 કરોડ રૂપિયા 4 ઓગસ્ટ
કારટ્રેડ 2000 કરોડ રૂપિયા 4 ઓગસ્ટ

Pizza hut, KFC ફ્રેન્ચાઇઝીવાળી કંપનીની ઓફર
દિવ્યાની ઇન્ટરનેશનલનો IPO 4 ઓગસ્ટે રોકાણકારો માટે ખુલશે. આ કંપની ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ  (QSR) કારોબારમાં છે. પિઝ્ઝા હટ,  KFC અને કોસ્ટા કોફી આ કંપનીની ફ્રેન્ચાઇઝી છે, જે ભારતમાં પોતાનો કારોબાર કરે છે. ફ્રેન્ચાઇઝી પ્રમાણે  KFC ની મોટી ડિમાન્ડ છે. ઇશ્યૂથી કંપનીએ 400 કરોડ ભેગા કરવાની યોજના છે. બાકી રકમ ઓફર ફોર સેલ (OFS) દ્વારા ભેગી કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ Cabinet Decisions: બેન્ક ડૂબે કે બંધ થાય, 90 દિવસમાં ગ્રાહકોને મળી જશે 5 લાખ સુધીની રકમ


9 ઓગસ્ટે આવશે બે આઈપીઓ


કંપની IPO સાઇઝ તારીખ
નોવોકો 5000 કરોડ રૂપિયા 9 ઓગસ્ટ
અપ્ટસ વેલ્યૂ 3000 કરોડ રૂપિયા 9 ઓગસ્ટ

આ બે આઈપીઓ પણ આવશે


કંપની IPO સાઇઝ તારીખ
કૃષ્ણા ડાયગ્નોસિક્સ 1200 કરોડ રૂપિયા 11 ઓગસ્ટ
આરોહન ફાયનાન્શિયલ 1600 કરોડ રૂપિયા 16 ઓગસ્ટ

નિરમા ગ્રુપની નોવોકોનો IPO
નિરમા ગ્રુપની નોવોકોનો આઈપીઓ 9 ઓગસ્ટે ખુલી શકે છે. બજારમાંથી કંપની 5 હજાર કરોડ ભેગા કરી શકે છે. તેમાં 3500 કરોડના નવા શેર જારી કરવામાં આવશે. બાકી 1500 કરોડ OFS દ્વારા. નોવોકો સીમેન્ટ કારોબારમાં છે. 


રૂચિ સોયા FPO
બાબા રામદેવની રૂચિ યોપા પણ ફોલોઓન પબ્લિક ઓફર  (FPO) લાવી શકે છે. રૂચિ સોયા તેના દ્વારા 4300 કરોડ મેળવી શકે છે. 



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube