Cabinet Decisions: બેન્ક ડૂબે કે બંધ થાય, 90 દિવસમાં ગ્રાહકોને મળી જશે 5 લાખ સુધીની રકમ

બેન્કમાં ડોપોઝિટરની 5 લાખ રૂપિયા સુધીના જમા પર સુરક્ષાની ગેરંટી, ડિપોઝિટ ઇન્શ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન તરફથી હોય છે. આ પાંચ લાખ રૂપિયાની લિમિટમાં એક ડિપોઝિટરની એક બેન્કની બધી શાખાઓમાં રહેલા જમા કાઉન્ટ હોય છે.

Cabinet Decisions: બેન્ક ડૂબે કે બંધ થાય, 90 દિવસમાં ગ્રાહકોને મળી જશે 5 લાખ સુધીની રકમ

નવી દિલ્હીઃ Cabinet Decisions: બેન્ક ડૂબવા પર હવે ડિપોઝિટર્સને 90 દિવસની અંદર 5 લાખ રૂપિયા સુધીની રકમ મળવાની પ્રક્રિયા પૂરી થઈ જશે. આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. તે માટે મંત્રીમંડળે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) એક્ટમાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. 

મહત્વનું છે કે કોઈ બેન્કના નાદાર થવા અથવા તેનું લાયસન્સ રદ્દ થવા પર તેમાં જમા ડિપોઝિટની 5 લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત થઈ જાય છે, પછી ભલે તેમાં જમા રકમ ગમે એટલી કેમ ન હોય. પહેલા આ લિમિટ 1 લાખ રૂપિયા હતી, પરંતુ સરકારે તેને વધારી પાંચ લાખ કરી દીધી છે. બેઠક બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમને આ નિર્ણયની જાણકારી આપતા કહ્યુ કે, હવે કોઈ બેન્ક નાદાર થવા કે તેનું લાયસન્સ રદ્દ થવા પર RBI દ્વારા કોઈ પ્રતિબંધ લાગવા પર 90 દિવસની અંદર ડિપોઝિટરને તેની 5 લાખ રૂપિયા મળવાની પ્રક્રિયા પૂરી થઈ જશે. 

— ANI (@ANI) July 28, 2021

બેન્કમાં ડોપોઝિટરની 5 લાખ રૂપિયા સુધીના જમા પર સુરક્ષાની ગેરંટી, ડિપોઝિટ ઇન્શ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન તરફથી હોય છે. આ પાંચ લાખ રૂપિયાની લિમિટમાં એક ડિપોઝિટરની એક બેન્કની બધી શાખાઓમાં રહેલા જમા કાઉન્ટ હોય છે. દરેક ડિપોઝિટરની દરેક બેન્કમાં 5 લાખ સુધીની સુરક્ષિત જમામાં મૂળ ધન અને વ્યાજ બંને સામેલ હોય છે. DICGC બધી બેન્ક ડિપોઝિટ્સને કવર કરે છે. તેમાં કોમર્શિયલ બેન્ક, વિદેશી બેન્કોની ભારતમાં રહેલી બ્રાન્ચો, સ્મોલ ફાઇનાન્સ બેન્ક, કો-ઓપરેટિવ બેન્ક, પેમેન્ટ બેન્ક વગેરે બેન્ક કવર કરે છે. 

જમા રકમ પર પ્રીમિયરમાં થઈ રહ્યો વધારો
સીતારમને કહ્યું કે, દરેક બેન્કમાં વાસ્તવમાં જમા રકમના 100 રૂપિયા માટે 10 પૈસાનું પ્રીમિયમ પ્રાપ્ત થતું હતું. તેને વધારી 12 પૈસા કરવામાં આવી રહ્યું છે. આ કોઈપણ સમયે પ્રતિ 10 રૂપિયા માટે 15 પૈસાથી વધુ ન હોવું જોઈએ. આગળ કહ્યું કે, DICGC બિલ 2021 હેઠળ, બધા જમાઓને 98.3 ટકા કવર કરવામાં આવશે અને જમા મૂલ્યના સંદર્ભમાં, 50.9 ટકા જમા મૂલ્યને કવર કરવામાં આવશે. વૈશ્વિક જમા મૂલ્યની મર્યાદા ખાતોના માત્ર 80 ટકા છે. અહીં જમા મૂલ્યને માત્ર 20-30% કવર કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news