Exicom Tele-Systems IPO News: ઈલેક્ટ્રિક વાહન (EV) ચાર્જર બનાવનારી  કંપની એક્સિકોમ ટેલિ સિસ્ટમ્સ લિમિટેડનો આઈપીઓ 27 ફેબ્રુઆરીએ ઓપન થઈ રહ્યો છે. રોકાણકારો આ ઈશ્યુમાં 29 ફેબ્રુઆરી સુધી દાવ લગાવી શકે છે. આ માટે પ્રાઈસ બેન્ડની પણ જાહેરાત કરી દેવાઈ છે. એક્સિકોમ ટેલી સિસ્ટમ્સ આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 135 રૂપિયાથી 142 રૂપિયા પ્રતિ શેર નક્કી કરાયો છે. કંપનીની યોજના ઈશ્યુથી કુલ 429 કરોડ રૂપિયા ભેગા કરવાની છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (આરએચપી) મુજબ એંકર રોકાણકારો માટે આ ઈશ્યુ 26 ફેબ્રુઆરીના રોજ  ઓપન થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીઓ વિશે વધુ માહિતી
આઈપીઓમાં કુલ 329 કરોડ સુધીના ઈક્વિટી શેરોનો એક ફ્રેશ મુદ્દો અને પ્રમોટર નેક્સ્ટવેવ કમ્યુનિકેશન્સ દ્વારા 70.42 લાખ ઈક્વિટી શેરોના વેચાણની રજૂઆત (OFS) કમ્પોનેન્ટ્સ સામેલ છે. કંપનીએ 135 રૂપિયા પ્રતિ શેરના ઈશ્યુ પ્રાઈસ પર 52.59 લાખ ઈક્વિટી શેરોનું પ્રી આઈપીઓ પ્લેસમેન્ટ શરૂ કર્યું છે. જે બધુ મળીને 71 કરોડ રૂપિયા છે. નેક્સ્ટવેવ કમ્યુનિકેશન્સ પાસે કંપનીમાં 76.55%ની બહુમત ભાગીદારી છે. જ્યારે એચએફસીએલ પાસે ફર્મમાં 7.74%ની ભાગીદારી છે. એક્સિકોમ ટેલી-સિસ્ટમ્સમાં પ્રમોટર્સની સામૂહિક રીતે 93.28 ટકા ભાગીદારી છે. 


જીએમપીની સ્થિતિ
માર્કેટ જાણકારોના જણાવ્યાં મુજબ એક્સિકોમ ટેલી-સિસ્ટમ્સ લિમિટેડનો આઈપીઓ ગ્રે માર્કેટમાં 80 રૂપિયા પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. એટલે કે સંભવિત લિસ્ટિંગ પ્રાઈસ 222 રૂપિયા હોઈ શકે છે. તેનો અર્થ એ થયો કે કંપનીના શેર પહેલેથી જ 56 ટકા સુધી ફાયદો કરાવી શકે છે. એક્સિકોમ આઈપીઓની ફાળવણી 1 માર્ચે નક્કી થાય તેવી શક્યતા છે અને ઈક્વિટી શેર 5 માર્ચના રોજ બંને સ્ટોક એક્સચેન્જ બીએસઈ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર લિસ્ટિંગ થશે. 


Canada, UK, USA છોડો! હવે આ દેશો બન્યા છે ભારતીય વિદ્યાર્થીઓની નવી પસંદ, કારણ જાણો


કંપની વિશે
કંપનીએ તાજા ઈશ્યુથી ભેગા કરેલા  ફંડનો ઉપયોગ તેલંગણામાં મેન્યુફેક્ચરિંગ સુવિધામાં પ્રોડક્શન લાઈનો સ્થાપિત કરવા, અનુસંધાન અને વિકાસની સાથે સાથે પ્રોડક્ટ ડેવલપમાં રોકાણ અને લોનની ચૂકવણી તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. મોનાર્ક નેટવર્થ કેપિટલ, સિસ્ટમેટિક્સ કોર્પોરેટ સર્વિસિઝ, અને યુનિસ્ટોન કેપિટલ સર્વિસિઝ એક્સિકોમ આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ આઈપીઓ રજિસ્ટ્રાર છે. 


દર વર્ષે લાખો ગધેડાઓની કત્લેઆમ કરીને ચીન બનાવે છે Ejiao, દવાનો શું ઉપયોગ થાય તે જાણો


 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube