IPO News: ખિસ્સામાં પૈસા રેડી રાખો! આ સરકારી એનર્જી કંપનીનો આવી રહ્યો છે IPO, શાનદાર કમાણીની તક
IPO માં દાવ લગાવીને બંપર નફાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. બહુ જલદી એક સરકારી આઈપીઓ આવવાનો છે જે તમને સારો નફો કરાવી શકે છે.
તમિલનાડુ કોક એન્ડ પાવર લિમિટેડ (TNCPL) એ બુધવારે સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે પોતાના ડ્રાફ્ટ પેપર જમા કર્યા છે. અત્રે જણાવવાનું કે આ આઈપીઓમાં 64,14,000 ઈક્વિટી શેરોનો એક ફ્રેશ ઈશ્યુ સામેલ છે. ફ્રેશ ઈશ્યુની ફેસ વેલ્યુ 10 રૂપિયા પ્રતિ શેર છે. આ આઈપીઓ માટે બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લીમિટેડને બુક રનિંગ લીડ મેનેજર તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે. જ્યારે લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઈસ્યુના રજિસ્ટ્રાર છે.
કંપનીનો ઈરાદો
સેબી પાસે દાખલ કરાયેલા ડ્રાફ્ટ પેપર મુજબ IPO થી પ્રાપ્ત થયેલી આવકનો ઉપયોગ એક નવી ફેરોસિલિકોન મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવા, એક નવો સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓને પૂરા કરવા માટે થશે. કંપનીનો ઈરાદો 8000 TPA ની ઉત્પાદન ક્ષમતા સાથે એક નવો 2એ5 મેગાવોટનો ફેરોસિલિકોન પ્લાન્ટ સ્થાપવા માટે 39.60 કરોડ ખર્ચ કરવાનો પ્લાન છે. જ્યારે હાલના પ્લાન્ટની નજીક જમીન સંપાદન કરવા માટે 5 કરોડ રૂપિયા અને 1581 KWP ની કેપિસેટીવાળા નવા સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવા માટે 8.63 કરોડ ખર્ચ કરવાની યોજના છે.
કંપની પરફોર્મન્સ
કંપનીની કોક ફેક્ટરી યુનિટ અને ઈલેક્ટ્રિક પ્લાન્ટ તિરુવનંતપુરમ જિલ્લાના થંડાલાચેરી ગામમાં છે. આ પ્લાન્ટથી કૃષ્ણાપટ્ટનમના પોર્ટ સુધી સરળતાથી પહોંચી શકાય છે. જે પરિવહનની રીતે ખુબ મહત્વપૂર્ણ છે. અત્રે જણાવવાનું કે નાણાકીય વર્ષ 2022-23 માં ટીએનસીપીએલનું રાજસ્વ નાણાકીય વર્ષ 2021-22ના 46.11 કરોડ રૂપિયાથી વધીને 51.60 ક રોડ રૂપિયા થઈ ગયું. જ્યારે નાણાકીય વર્ષ 2022-23 માં કંપનીએ 20.83 કરોડ રૂપિયાનો નફો કર્યો. આ નફો નાણાકીય વર્ષ 2021-22 માં 17.47 કરોડ રૂપિયા હતો.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)