IPO News: છેલ્લા કેટલાક મહિના આઈપીઓમાં રોકાણ કરનાર માટે શાનદાર રહ્યાં છે. તેવામાં જે ઈન્વેસ્ટરોએ આ દરમિયાન આઈપીઓ પર દાવ લગાવ્યો નથી તેને આ સપ્તાહે શાનદાર તક મળશે. શેર બજારમાં આ સપ્તાહે ઘણી કંપનીઓના આઈપીઓ દાવ લગાવવા માટે ઓપન થઈ રહ્યાં છે. આવો તેના વિશે જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. આરકે સ્વામી આઈપીઓ (RK Swamy IPO)
મેન બોર્ડનો આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 4 માર્ચે ઓપન થશે. ઈન્વેસ્ટર તેમાં 6 માર્ચ 2024 સુધી દાવ લગાવી શકશે. આઈપીઓની સાઇઝ 426.56 કરોડ રૂપિયા છે. નોંધનીય છે કે કંપનીએ એન્કર ઈન્વેસ્ટરો દ્વારા 187 કરોડ રૂપિયા ભેગા કર્યાં છે. 


2. જેજી કેમિકલ્સ આઈપીઓ 
ઈન્વેસ્ટરો 5થી 7 માર્ચ સુધી દાવ લગાવી શકશે. કંપનીના આઈપીઓની ઈશ્યૂ સાઇઝ 251.19 કરોડ રૂપિયા છે. કંપની 0.75 કરોડ શેર ફ્રેશ ઈશ્યૂ દ્વારા જારી કરશે. તો 0.39 કરોડ શેર ઓફર ફોર સેલ હેઠળ જારી થશે. 


આ પણ વાંચોઃ આ કંપનીના શેરની કિંમત અચાનક થઈ ગઈ ઝીરો, શેર બજારમાંથી થશે ડી-લિસ્ટ, ડૂબી ગયા પૈસા


3. ગોપાલ નમકીન આઈપીઓ
મેન બોર્ડ આઈપીઓ 6 માર્ચથી 11 માર્ચ સુધી ઈન્વેસ્ટરો માટે ઓપન રહેશે. કંપનીના આઈપીઓની સાઇઝ 650 કરોડ રૂપિયા છે. કંપની ઓફર ફોર સેલ હેઠળ 1.62 કરોડ શેર જારી કરશે. 


4. વી આર ઈન્ફ્રાસ્પેસ આઈપીઓ
આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 4થી 6 માર્ચ ખુલશે. કંપનીના આઈપીઓની સાઇઝ 20.40 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફ્રેશ ઈશ્યૂ દ્વારા 24 લાખ નવા શેર જારી કરવામાં આવશે. 


5. સોના મશિનરી આઈપીઓ
એસએમઈ આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 5 માર્ચે ઓપન થશે. ઈન્વેસ્ટરો 7 માર્ચ સુધી તેમાં દાવ લગાવી શકશે. આઈપીઓની સાઇઝ 51.82 કરોડ રૂપિયાની છે. આઈપીઓ સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યૂ પર આધારિત છે. આઈપીઓની સાઇઝ 36.24 લાખ શેરની છે. 


6. શ્રી કરની ફેબકોમ આઈપીઓ
આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 6 માર્ચથી 11 માર્ચ સુધી ઓપન રહેશે. કંપનીના આઈપીઓની સાઇઝ 42.49 કરોડ રૂપિયાની છે. આઈપીઓ સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યૂ આધારિત હશે. કંપની આઈપીઓ દ્વારા 18.72 લાખ ફ્રેશ શેર જારી કરશે. 


આ પણ વાંચોઃ ફેબ્રુઆરીમાં આ 13 શેરોએ રૂપિયા કર્યા ડબલ, જાણો કયા શેરોની ખરીદી પર થશો માલામાલ


7. Koura Fine Diamon Jewelry IPO
આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 6 માર્ચથી 11 માર્ચ સુધી ઓપન રહેશે. કંપની આઈપીઓ દ્વારા 5.50 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે આ આઈપીઓ સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યૂ પર આધારિત હશે. 


8. પુણે ઈ-સ્ટોક બ્રોકિંગ આઈપીઓ
આ આઈપીઓ સંપૂર્ણ ફ્રેશ ઈશ્યૂ પર આધારિત હશે. રિટેલ ઈન્વેસ્ટરો માટે આઈપીઓ 7 માર્ચથી 12 માર્ચ સુધી ઓપન રહેશે. કંપનીના આઈપીઓની સાઇઝ 38.23 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.