IPO News: શેર બજારમાં ચાલુ નાણાકીય વર્ષ (FY24)ના પ્રથમ છ મહિનામાં આઈપીઓની ધૂમ રહી છે. કુલ 31 કંપનીઓએ અત્યાર સુધી પ્રાઇમરી માર્કેટમાંથી પૈસા ભેગા કર્યાં છે. તેવામાં જે લોકો અત્યાર સુધી કોઈ કંપની પર દાવ લગાવી શક્યા નથી તેણે નિરાશ થવાની જરૂર નથી. ટાટા ગ્રુપની કંપની સહિત 26 કંપનીઓના આઈપીઓ આગામી છ મહિનાની અંદર આવી રહ્યાં છે. એટલે કે ઈન્વેસ્ટરો પાસે આઈપીઓમાં પૈસા લગાવી સારી કમાણીની તક રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ્સ અનુસાર ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કુલ 28 કંપનીઓના આઈપીઓ આવી શકે છે. આ કંપનીઓ 38,000 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરશે. આ સિવાય 41 કંપનીઓ  સેબી તરફથી મળનાર મંજૂરીની રાહ જોઈ રહી છે. પીટીઆઈના રિપોર્ટ્સ પ્રમાણે આ કંપનીઓ 44000 કરોડ રૂપિયા આઈપીઓ દ્વારા ભેગા કરવાનો પ્રયાસ કરશે. એટલે કે આઈપીઓને લઈને શેર બજારમાં આવનારા મહિનામાં રોનક જોવા મળશે. 


આ પણ વાંચોઃ 17 બોનસ શેર આપવાની જાહેરાત, 27 રૂપિયા પર આવ્યો હતો IPO,1 વર્ષમાં 170 પર પહોંચ્યો શેર


ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં 31 કંપનીઓએ આઈપીઓ દ્વારા 26,300 કરોડ રૂપિયા ભેગા કર્યાં છે. જે પાછલા નાણાકીય વર્ષની સમાન અવધીની તુલનામાં 26 ટકા ઓછા છે. પાછલા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં માત્ર 14 કંપનીઓના આઈપીઓ આવ્યા હતા. આ કંપનીઓએ ત્યારે 35,456 કરોડ રૂપિયા ભેગા કર્યાં હતા.


કઈ-કઈ કંપનીઓના આવી શકે છે  IPO
આગામી છ મહિના દરમિયાન જે કંપનીઓના આઈપીઓ આવી શકે છે તેમાં ઓયો, ટાટા ટેક્નોલોજીથ, ડોમ ઈન્ડસ્ટ્રીઝ, એપીજે સુરેન્દ્ર પાર્ક હોટલ્સ, બીએલએસ ઈ-સર્વિસ, ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશન, સિલો વર્લ્ડ, આરકે સ્વામી, ફ્લેયર રાઇટિંગ એન્ડસ્ટ્રીઝ, ગો ડિઝીટ ઈન્શ્યોરન્સ વગેરે સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube