IPO This Week : આગામી સપ્તાહે પ્રાઇમરી માર્ગેટમાં વધુ ગરમાગરમી જોવા મળશે નહીં. કારણ કે સતત બીજા સપ્તાહે મેનબોર્ડ સેગમેન્ટમાં કોઈ નવો આઈપીઓ આવી રહ્યો નથી. પરંતુ દેવામાં ડૂબેલી એક ટેલીકોમ કંપની આગામી સપ્તાહે પોતાનો 18000 કરોડ રૂપિયાનો એફપીઓ લોન્ચ કરી શકે છે. તો એસએમઈ સેગમેન્ટમાં બે આઈપીઓ લોન્ચ થવાના છે. તે રામદેવબાબા સોલવેન્ટ અને ગ્રિસ સ્પ્લેન્ડર સર્વિસિઝનો આઈપીઓ છે. આ બે આઈપીઓ સિવાય નવા સપ્તાહે સ્ટોક એક્સચેન્જો પર તીર્થ ગોપીકોન અને જીડીસી કેબલ્સ એન્ડ વાયર્સના શેર લિસ્ટ થવાના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામદેવબાબા સોલ્વેન્ટ આઈપીઓ (Ramdevbaba Solvent IPO)
રામદેવબાબા સોલ્વેન્ટનો એસએમઈ આઈપીઓ 15 એપ્રિલે સબ્સક્રિપ્શન માટે ખુલશે અને 18 એપ્રિલે બંધ થશે. કંપનીની યોજના આઈપીઓના માધ્યમથી 50.2 કરોડ રૂપિા ભેગા કરવા અને એનએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર શેરને લિસ્ટ કરવાની છે. આ આઈપીઓમાં 59.13 લાખ શેરનો એક ફ્રેશ ઈશ્યૂ છે. પ્રાઇઝ બેન્ડ 80-85 રૂપિયા પ્રતિ શેર છે. આઈપીઓમાં લગભગ 50 ટકા યોગ્ય સંસ્થાગત ઈન્વેસ્ટરો માટે, 35 ટકા રિટેલ ઈન્વેસ્ટરો માટે અને બાકીના 15 ટકા બિન-સંસ્થાગત ઈન્વેસ્ટરો માટે રિઝર્વ છે. રામદેવબાબા સોલવન્ટ ભૌતિક રીતે શુદ્ધ ચોખાના તેલના ઉત્પાદન, વિતરણ, માર્કેટિંગ અને વેચાણના વ્યવસાયમાં છે. કંપની ચોખાની ભૂસીનું તેલ બનાવે છે અને એફએમસીજી કંપનીઓ સહિત અન્ય કંપનીઓને વેચે છે. જ્યારે બિગશેયર સર્વિસ ઈશ્યૂના રજીસ્ટ્રાર છે. સ્ટોક એક્સચેન્જો પર શેરનું લિસ્ટિંગ 23 એપ્રિલે થવાની આશા છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર85 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇઝના મુકાબલે 21 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. આ રીતે શેર સ્ટોક એક્સચેન્જ પર 106 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.


આ પણ વાંચોઃ 4 મહિના પહેલા 35 રૂપિયા પર આવ્યો હતો IPO,હવે 240 રૂપિયાને પાર પહોંચ્યો શેર


ગ્રિલ સ્પ્લેન્ડર સર્વિસિસ આઈપીઓ (Grill Splendour Services IPO)
ગ્રિલ સ્પ્લેન્ડર સર્વિસિસનો 16.5 કરોડનો આઈપીઓ પણ 15 એપ્રિલથી શરૂ થશે. આ ઈશ્યૂ જે સંપૂર્ણ રીતે 13.72 લાખ શેરનો ફ્રેશ ઈશ્યૂ છે, જે 18 એપ્રિલે બંધ થશે. કંપનીએ 120 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે, જ્યાં ઈન્વેસ્ટરો 1200 શેર માટે બોલી લગાવી શકે છે. આ આઈપીઓ લગભગ 50 ટકા રિટેલ ઈન્વેસ્ટરો માટે અને બાકી 50 ટકા અન્ય ઈન્વેસ્ટરો માટે રિઝર્વ છે. ગ્રિલ સ્પ્લેન્ડર સર્વિસિસ 17 રિટેલ સ્ટોર, એક કેન્દ્રિય ઉત્પાદન સુવિધા અને ઘણા કોર્પોરેટ ગ્રાહકોના માધ્યમથી મુંબઈમાં ફેલાયેલી સ્વાદિષ્ટ બેકરી અને પેટિસરીની એક સિરીઝ છે. આ 17 રિટેલ સ્ટોર્સમાંથી 5 ફ્રેન્ચાઇઝી મોડલ (ફ્રેન્ચાઇઝીની માલિકીવાળા અને કંપની દ્વારા સંચાલિત) હેઠળ ચાલી રહ્યાં છે અને બાકીના 12 સ્ટોર કંપનીની માલિકીના છે. ઈન્વેન્ચર મર્ચંટ બેન્કર સર્વિસિસ આઈપીઓ માટે એકમાત્ર બુક-રનિંગ લીડ મેનેજરના રૂપમાં કાર્ય કરી રહી છે અને બિગફેશર સર્વિસિસ રજીસ્ટ્રાર છે. કંપનીના શેર 120 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે 8 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. આ રીતે કંપનીના શેર 6.67 ટકા પ્રીમિયમની સાથે 128 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.